હડતાળ:ઈમર્જન્સી કેસમાં દાખલ થવામાં દર્દીને સમસ્યા, મોટાભાગનાને વહેલા ડિસ્ચાર્જ કરાય છે

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં કોરોના વોરિયર્સના પ્રમાણપત્ર રેસિડેન્ટ તબીબોએ પરત કર્યા હતા. - Divya Bhaskar
રાજકોટમાં કોરોના વોરિયર્સના પ્રમાણપત્ર રેસિડેન્ટ તબીબોએ પરત કર્યા હતા.
  • તબીબો અને તંત્ર પોત-પોતાની વાત પર અડગ, સારવારના અભાવે કણસતા દર્દીઓ
  • દર્દીઓની સંખ્યા ઓછી રહે તેવા છુપા પ્રયાસો કરવા લાગ્યું સિવિલ હોસ્પિટલનું તંત્ર

રાજ્યભરના બોન્ડેડ તબીબોએ બોન્ડમાં કરેલા ફેરફારથી હડતાળ પર ઉતર્યા છે. તેમની સામે તંત્ર પણ હવે પરિપત્ર પરત લેવા માટે તૈયાર નથી આ કારણે કોઇ પરિણામ ન મળતા સતત એક સપ્તાહથી હડતાળ ચાલી રહી છે. જેને કારણે ગરીબ દર્દીઓને ભોગવવું પડી રહ્યું છે.

રાજકોટમાં પણ હડતાળ ચાલુ છે અને તંત્ર સાથે બેઠક નિષ્ફળ રહેતા હડતાળ પર ઉતરેલા તમામ 250 તબીબે કોરોના દરમિયાન સારી કામગીરી બદલ આપેલા કોરોના વોરિયર્સના પ્રમાણપત્રો પરત આપીને વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત સાંજના સમયે કેન્ડલ માર્ચ કરી હતી આ બંને રીતે વિરોધ નોંધાવ્યા બાદ હવે સિવિલ હોસ્પિટલના જ પરિસરમા રેલી કાઢવા માટે પોલીસ પાસે મંજૂરી માગવામાં આવશે અને તે મળ્યા બાદ રેલી કાઢવામાં આવશે.

આ બધા વિરોધ પ્રદર્શન વચ્ચે દર્દીઓની હાલત કફોડી બની છે. ઈમર્જન્સીમાં કોઇ જાય તો ત્યાં ઓપીડી માટે ડોક્ટર હોય છે તે ચકાસીને ઈન્ડોર ડોક્ટરને રીફર કરે છે જે દાખલ કરવાની પ્રક્રિયા કરીને જે વોર્ડમાં બેડ ખાલી હોય ત્યાં મોકલી આપે છે અને તે વોર્ડના રેસિડેન્ટ ડોક્ટર દાખલ કરે છે.

આ સામાન્ય પ્રક્રિયા છે પણ હવે ઈમર્જન્સી વોર્ડમાં કોઇ રેસિડેન્ટ ડોક્ટર ન હોવાથી ઈન્ડોર ડ્યૂટીના ડોક્ટરે ફરી વોર્ડમાં આવી દર્દીને દાખલ કરવાનું રહે છે આ દરમિયાન ઈન્ડોરમાં દર્દી વધી જાય છે. આ કારણે દર્દીઓ સુધી તબીબ પહોંચે તેમાં ઘણું મોડું થાય છે. બીજી તરફ જેમના અકસ્માતો થયા છે તેમને સર્જરીમાં ખૂબ વાર લાગી રહી છે આ ઉપરાંત સર્જરી થઈ જાય તો ફોલોઅપ અને ઓબ્ઝર્વેશનમાં પણ કોઇ ધ્યાન આપી શકતું નથી.

82 ડોક્ટરને સિવિલમાં પ્રતિનિયુક્તિ પર મૂક્યા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 250 જેટલા તબીબ હડતાળ પર છે અને તેની સામે 82 ડોક્ટરને પ્રતિનિયુક્તિ પર મુકાયા છે. આ મોટાભાગના તબીબ રાજકોટ તાલુકાની આસપાસના ગામોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર છે. હજુ લાંબાગાળા સુધી આ વ્યવસ્થા રહી તો ગ્રામ્ય વિસ્તારના સામાન્ય રોગચાળાના દર્દીઓની સારવાર તેમના સ્તરે ન મળતા તેઓ રાજકોટ સિવિલમાં આવવા લાગશે જેથી તબીબોના કાર્યભારમાં વધારો જ થતો રહેશે.

અન્ય સમાચારો પણ છે...