તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના ઇફેક્ટ:ફલાઈટમાં વચ્ચેની સીટના યાત્રિકને PPE સૂટ પહેરાવાશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈની ફલાઈટ સપ્તાહમાં ત્રણ દિવસ ઉડશે

રાજકોટથી મુંબઈની ફ્લાઈટ તારીખ 23ને મંગળવારથી ફરી શરૂ કરવામાં આવી રહી છે. આજે સાંજે 4:40 કલાકે મુંબઈથી રાજકોટ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઈટ લેન્ડ થશે અને સાંજે 6:20 કલાકે ફરી મુંબઈ જવા ટેકઓફ થશે. એર ઇન્ડિયાની ફ્લાઈટ રાજકોટથી મુંબઈ ઓપરેટ કરવાનું ટાઈમટેબલ હાલ માત્ર 23થી 30 જૂન સુધીનું જ જાહેર કરાયું છે. રાજકોટ એર ઇન્ડિયાના ઇન્ચાર્જ સ્ટેશન મેનેજર હરિઓમ શર્માએ જણાવ્યું છે કે, એર ઇન્ડિયાની મંગળવારથી શરૂ થતી ફ્લાઈટનું બુકિંગ શરૂ જ છે.

અત્યાર સુધીમાં 40થી 50 યાત્રિકોનું બુકિંગ થઇ ગયું છે. એરક્રાફ્ટમાં 122 સીટની ક્ષમતા છે જેની સામે 104 સીટનું બુકિંગ કરી રહ્યા છીએ. જો યાત્રિકોનું બુકિંગ વધે તો એરલાઇન્સે એવી વ્યવસ્થા કરી છે કે ત્રણ સીટ પૈકી વચ્ચેની સીટના યાત્રિકોને પીપીઈ કિટ જેવું સૂટ પહેરાવાશે જેથી આજુબાજુના યાત્રિકો સુરક્ષિત રહી શકે. જો કે ઓછા યાત્રિકો હશે તો તમામને વિન્ડો સીટ પર જ બેસાડાશે.

એર ઇન્ડિયાની ફ્લાઈટ રાજકોટથી મુંબઈ  મંગળવાર, ગુરુવાર અને શનિવાર એમ સપ્તાહમાં ત્રણ દિવસ ઉડાવાશે. જો કે હાલ માત્ર એક સપ્તાહનો જ કાર્યક્રમ નક્કી થયો હોવાથી એર ઇન્ડિયાની ફ્લાઈટ 23મીએ મંગળવારે, 25મીએ ગુરુવારે, 27મીએ શનિવારે અને 30મીએ મંગળવારે એમ ચાર જ દિવસ ઉડાવાશે. ત્યારબાદ આગળનો કાર્યક્રમ નક્કી કરાશે. બીજી બાજુ 1 જુલાઈથી સ્પાઈસ જેટ દ્વારા પણ રોજ બે ફ્લાઈટ ઉડાવવાનું જાહેર કર્યું છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો