જાહેરાત:મનપા બનાવશે પાર્ટી પ્લોટ પણ PPP મોડલ અપનાવશે

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષ પહેલા માત્ર 687 રૂપિયાના દૈનિક ભાડે પ્લોટ આપી દેવાની દરખાસ્ત અટકી હતી
  • વોર્ડ નં. 11, 4 અને 2માં એક-એક પાર્ટી પ્લોટ બનશે

રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના ત્રણેય ઝોનમાં એક એક પાર્ટી પ્લોટ બનાવવાનું જાહેર કર્યું છે પણ હજુ સુધી તે સાકાર નથી થયું કારણ કે ખર્ચની મર્યાદાને લઈને પીપીપી મોડલ અપનાવવાનું નક્કી કરાયું છે.

મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, કે, રાજકોટ શહેરમાં ત્રણેય ઝોનમાં પાર્ટી પ્લોટ બનાવવા માટે નક્કી કરાયું હતું જેથી સામાન્ય માણસો પણ તેનો લાભ લઈ શકે. મનપાના કોમ્યુનિટી હોલ તરફ લોકોનો ઝુકાવ વધ્યો છે તેથી તેનાથી આગળ આ નવું સાહસ કરવાનો વિચાર આવ્યો હતો. આ માટે ગત વર્ષે એક બગીચાને પાર્ટી પ્લોટ માટે આપી દેવા ગાર્ડન શાખાએ દરખાસ્ત કરી હતી જોકે તેમાં પ્રતિદિન ભાડું માત્ર 687 નક્કી કરાયું હતું તેમજ એજન્સી લોકો પાસેથી કેટલું મહત્તમ ભાડું લઇ શકશે તેની કોઇ જ જોગવાઈ કરાઈ ન હતી આ કારણે તે દરખાસ્ત મંજૂર થઈ ન હતી.

હવે આ સમગ્ર પ્રોજેક્ટના ખર્ચને જોતા પીપીપી મોડલ કરવા વિચાર હાથ ધરાયો છે. હાલ જે જગ્યાએ પાર્ટી પ્લોટ બનવાના છે તેમાં વોર્ડ નં. 11માં ટી.પી. સ્કીમ 10ના પ્લોટ નંબર 73, ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં. 4ની ટી.પી. સ્કીમ નં. 12ના પ્લોટ નં. 94 અને 95 તેમજ સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં. 2 ટી.પી. સ્કીમ 9 ફાઈનલ પ્લોટ 6સી નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...