કોરોના બેકાબુ:નવા કેસની ગતિ સ્થિર થઈ પણ મૃતાંકમાં કોઇ ઘટાડો નહીં

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં 8નાં મોત, વધુ 129 કોરોનાગ્રસ્ત

રાજકોટમાં દરરોજ 5થી 10 દર્દીઓ કે જેમની કોરોનાની સારવાર ચાલતી હોય તેના મોત નીપજી રહ્યા છે. તે રીતે મૃતાંક ઘણો ઊંચો થાય છે પણ તંત્રના ચોપડે રાજકોટ શહેરમાં 138 મોત નોંધાયા છે. કારણ કે જે પણ દર્દીનું મોત થાય ત્યારબાદ ડેથ ઓડિટ કમિટી તેના પર ચર્ચા કરીને મોત પાછળ ખરેખર કોરોના વાઇરસ જવાબદાર છે કે નહિ ત્યારબાદ જ નિષ્કર્ષ આપે છે અને નોંધ થાય છે. આ રીતે રોજ 5થી 10ના મોત થાય પણ ડેથ ઓડિટ કમિટી સપ્તાહે 2થી 5 માંડ મોત કોરોનાથી જાહેર કરે છે. આ દરમિયાન હવે નવા કેસ આવવાની સંખ્યા સ્થિર થઇ છે. શહેરમાં 96 અને ગ્રામ્યમાં 33 સાથે કુલ 129 કેસ નોંધાયા છે પણ તેની સાપેક્ષમાં હજુ સુધી મૃત્યુદરમાં નોંધનીય ઘટાડો આવ્યો નથી. શુક્રવાર સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 8 મોત નીપજ્યા છે.

અન્ય સમાચારો પણ છે...