તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:સમરસમાં બેઈન સર્કિટ લગાવતા 5 જ મિનિટમાં ઓક્સિજન લેવલ 95 ટકાએ પહોંચ્યું; ઓક્સિજન ફ્લો ચાલુ હતો છતાં લેવલ 40 થયું

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તબીબે ઉપસ્થિત સ્ટાફને ટેક્નિક સમજાવીને ઓક્સિજન લેવલ કેવી રીતે વધે તે અંગે સમજ આપી હતી. - Divya Bhaskar
તબીબે ઉપસ્થિત સ્ટાફને ટેક્નિક સમજાવીને ઓક્સિજન લેવલ કેવી રીતે વધે તે અંગે સમજ આપી હતી.

સમરસ હોસ્પિટલમાં માત્ર ઓક્સિજનની જરૂર હોય અને બીજી કોઇ ગંભીરતા ન હોય તો જ રીફર કરાય છે. મંગળવારે રાત્રે 8 વાગ્યે એક દર્દી ઓક્સિજન પર હોવા છતાં તેનું ઓક્સિજન લેવલ સતત ઘટવા લાગ્યું હતું. હાજર સ્ટાફે ડોક્ટરને જાણ કરી કે 15 લિટર ઓક્સિજનનો ફ્લો હોવા છતાં લેવલ 40 ટકા સુધી પહોંચી ગયું છે. આવા કેસ ગંભીર કેસ ગણાય અને બાયપેપની પણ જરૂર પડે સિવિલમાં રીફર કરાય છે પણ સમરસના નોડલ તબીબ ડો. કેતન પીપળિયાએ નિર્ણય કર્યો કે રીફર કરવાનો સમય નથી ઈમરજન્સી કેસ અહીં જ હેન્ડલ કરવો પડશે.

એનેસ્થેસિયા વિભાગે ઓક્સિજન માટે જે બેઈન સર્કિટ વિકસાવી છે તે લઈને ડો. પીપળિયા અને અન્ય સ્ટાફ તુરંત જ દર્દી પાસે પહોંચ્યો અને બેઈન સર્કિટ ચાલુ કરી માત્ર 5 જ મિનિટ ઓપરેટ કરતા દર્દીનું ઓક્સિજન લેવલ ફરીથી 95 ટકાએ પહોંચી જતા તમામ સ્ટાફને રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...