તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈન્કમટેક્સના દરોડા:રાજકોટમાં આર.કે.ગ્રૂપના માલિકે કર્મચારી અને તેની ઓફિસે દસ્તાવેજો સંઘર્યા હતા

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મળી આવેલા દસ્તાવેજ અંગે કબૂલાત આપી કે, ‘હા, એ અમારા જ છે’

આર.કે. ગ્રૂપને ત્યાં ઈન્કમટેક્સની સ્થળ તપાસ પૂરી થઈ ગઇ છે, પરંતુ હવે તેના દસ્તાવેજોની તપાસ શરૂ કરવામાં આવી છે. આવકવેરાના સૂત્રોના જણાવ્યા મુજબ આર.કે.ગ્રૂપની ઓફિસ કરતા તેના કર્મચારીના ઘર અને એકાઉન્ટન્ટની ઓફિસમાંથી વધુ બેનામી વ્યવહારોના કાગળ અને દસ્તાવેજો મળી આવ્યા છે. દસ્તાવેજોની ચકાસણી કરવા માટે અંદાજિત 6 મહિના જેટલો સમય લાગી જશે. આર.કે.ગ્રૂપના માલિકે કબૂલાત આપી છે કે જે દસ્તાવેજો આવકવેરાના હાથમાં લાગ્યા છે તે તમામ તેમના છે.

ફિઝિકલ ઉપરાંત ડિજિટલ ડેટા પણ ઈન્કમટેક્સની તપાસમાં મળી આવ્યા છે. ડિજિટલ રીતે જે દસ્તાવેજો- ડેટા સેવ કરવામાં આવ્યા હતા તેના લોક ખોલવા માટે ખાસ સાયબરની ટીમને બોલાવવામાં આવી હતી અને ડિજિટલ ડેટા ખોલવા માટે અંદાજિત 3 કલાક જેટલો સમય લાગ્યો હતો. જેમ- જેમ દસ્તાવેજોની તપાસ થતી જાય છે તેમ- તેમ એક પછી એક ટેક્સચોરીની તરકીબો ખૂલતી જાય છેે. તપાસ દરમિયાન 25 બેન્ક લોકર સીલ કરવામાં આવ્યા છે. જે ખોલવાની કામગીરીમાં અંદાજિત 20 દિવસનો સમય લાગી જશે તેમ આવકવેરાના અધિકારીઓ જણાવી રહ્યા છે.

તપાસ દરમિયાન આવકવેરાના અંડર વેલ્યૂએશનના વ્યવહારો મળી આવ્યા છે. હાલમાં જે રૂ.350 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. તે દસ્તાવેજોની તપાસના અંતે બીજા વધુ રૂ. 50 કરોડના દસ્તાવેજો મળી આવશે અને ટેક્સચોરીનો આંક રૂ.400 કરોડે પહોંચવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...