લોકો જોતા રહ્યા, કાર ગરક થઈ:રાજકોટના લોધિકામાં ડ્રાઈવરે ના કહી છતાં માલિકે કાર ચલાવી અને પૂરમાં તણાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટના પ્રશીલ પાર્ક વિસ્તારમાં રહેતા અને છાપરા પાસે  કારખાનુ ધરાવતા પાટીદાર ઉદ્યોગપતિ અને તેના ડ્રાઈવર સાથેની કાર તણાઈ હતી. લોકો જોતા રહ્યા અને ગાડી પાણીમાં ગરક થઈ ગઈ. - Divya Bhaskar
રાજકોટના પ્રશીલ પાર્ક વિસ્તારમાં રહેતા અને છાપરા પાસે કારખાનુ ધરાવતા પાટીદાર ઉદ્યોગપતિ અને તેના ડ્રાઈવર સાથેની કાર તણાઈ હતી. લોકો જોતા રહ્યા અને ગાડી પાણીમાં ગરક થઈ ગઈ.
  • પેલિકન કંપનીના માલિક પાણીમાં ગરક, ડ્રાઈવરનો બચાવ
  • ડોંડી નદીમાં કાર તણાઈને મોટાવડા ગામ તરફ ગઈ

રાજકોટના લોધિકા તાલુકાના છાપરા ગામે પેલિકન કંપનીના માલિક કિશન શાહ સહિત બે લોકો તણાય ગયાનો બનાવ બનતા મામલતદાર કચેરી તેમજ પ્રાંત અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા.

રાજકોટથી એક કારમાં પાંચ લોકો નિકાવા પાસે આવેલી પેલિકન કંપનીની ફેક્ટરીએ જવા નીકળ્યા હતા. જેમાં કંપનીના માલિક કિશન શાહ, ડ્રાઈવર સંજય બોરીચા, શ્યામ સહિત અન્ય 3 કર્મચારી નીકળ્યા હતા.

સંજયના જણાવ્યા અનુસાર બે કર્મચારી છાપરાની પહેલા જ કારમાંથી ઉતરી ગયા હતા કારણ કે, પાણીનો પ્રવાહ વધારે હતો. છાપરા ગામથી આગળ આણંદપર અને ત્યાંથી નિકાવા ફેક્ટરી સુધી જવામાં પુલ હોવાથી સંજયે ત્યાં જ કાર ઊભી રાખી અને પ્રવાહમાં વાહન ન ચાલે તેવું સ્પષ્ટ કહ્યું હતું. જોકે કિશન શાહે ‘નીકળી જાય લાવ હું કાઢી આપું’ એમ કહીને ડ્રાઈવરને પાછળ બેસાડી પોતે ડ્રાઈવ કરવા લાગ્યા હતા. કાર પુલ પરથી તો પસાર થઈ ગઈ પણ તેમની ફેક્ટરીની પહેલાના જ ચેકડેમ પાસે કારે કાબૂ ગુમાવ્યો અને તણાઈ ગઈ.

પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈના જણાવ્યા અનુસાર કાર ડોંડી નદીમાં તણાઈ હતી અને પ્રવાહ મોટાવડા ગામ તરફ જાય છે અને ત્યાંથી ન્યારી-2 ડેમમાં ભળે છે. પોરબંદરથી નેવીની ટીમ રેસ્ક્યૂ માટે આવી રહી છે જે મોડી રાત સુધીમાં પહોંચી જશે.

ફૂડ કંપનીની એક ટ્રક તણાઇ
ન્યારી-1 ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાસના માર્ગો અને પુલમાં ભારે પ્રવાહથી પાણી વહી રહ્યું હતું તેવામાં કાલાવડ રોડ પરના પુલમાંથી ફૂડ કંપનીની કન્ટેનર ટ્રક નીકળતા તે પાણીમાં તણાઈ ગઇ હતી અને બંધ બોડી હોવાથી નદીના પ્રવાહમાં દૂર સુધી જતી જોવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...