તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધાના પ્રશ્નો:વિપક્ષી નેતાના ઓનલાઈન ડેસ્કમાં 122 ફરિયાદ આવી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી, રસ્તા, લાઈટ, રોશની, ગટર જેવી સુવિધાના પ્રશ્નો હલ કરવામાં મનપા નિષ્ફળ

રાજકોટ મહાનગરપાલિકામાં રોજ ઘણા શહેરીજનો ફરિયાદ નોંધાવે છે પણ તેમાં દરેકને સંતોષકારક જવાબ મળતો નથી. અધિકારીઓ અને શાસકો પાસેથી યોગ્ય પ્રતિક્રિયા ન મળતા હવે લોકો વિપક્ષને ફરિયાદ કરી રહ્યા છે.

મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ ઓનલાઈન ડેસ્ક શરૂ કર્યું છે જેમાં શહેરીજનો પ્રાથમિક સુવિધાઓ અંગેની ફરિયાદ કરી શકશે. આ ડેસ્કને હજુ 15 દિવસ પણ નથી થયા ત્યાં તેમાં 122 ફરિયાદ આવી ચૂકી છે. આ ફરિયાદોમાં 19 પીવાના પાણીની ફરિયાદ, સફાઈ અને ગંદકીની 16, રસ્તાના ખાડાની 19, સ્ટ્રીટલાઈટ બંધ હોવાની 8, ડ્રેનેજની 26 તેમજ અન્ય 33 ફરિયાદ મળી છે. અન્ય ફરિયાદોમાં મનપા કોઇનું પણ માન્યા વગર બેફામ બની નિર્ણયો લે છે જેમકે આડેધડ પેચવર્ક, પેવર બ્લોક, પાર્કિંગ માટે ફરિયાદો આવી છે. વિપક્ષી નેતાએ આ તમામ ફરિયાદો અધિકારીઓને આપીને યોગ્ય કરવા માટે સૂચન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...