રાજકોટની મુલાકાતે ઝડફિયા:કૃષિ સુધારા બીલમાં ખેડુત વિરોધી કોઈ પણ જોગવાઈ નથી, વિરોધ પક્ષ ખોટા ભ્રમણ ફેલાવે છે, કૃષિ સુધારા બીલ ખેડૂતોના હિતમાં જ છે

રાજકોટએક વર્ષ પહેલા
રાજકોટમાં ગોરધન ઝડફિયાની પ્રેસ કોન્ફરન્સ - Divya Bhaskar
રાજકોટમાં ગોરધન ઝડફિયાની પ્રેસ કોન્ફરન્સ
  • કૃષિ સુધારા બીલ આવકારદાયક છે:ગોરધન ઝડફિયા
  • પેટાચૂંટણી માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ આજે રાજકોટમાં કૃષિ સુધારા બીલને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. કૃષિ સુધારા બીલમાં ખેડુત વિરોધી કોઈ પણ જોગવાઈ ન હોવાનો ઝડફિયાએ દાવો કર્યો છે. આ સાથે જ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે વિરોધ પક્ષ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે અને ખોટા ભ્રમણ ફેલાવે છે.

વિપક્ષના લોકો અપપ્રચાર કરી ભ્રમતા ફેલાવી રહ્યાં છે: ઝડફિયા
ઝડફિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે માર્કેટિંગ યાર્ડમાં કે ટેકાના ભાવે ખરીદી બંધ કરવાનો સવાલ જ નથી, વિરોધ પક્ષના લોકો ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી રીતે બીલનો વિરોધ કરે છે. કૃષિ સુધારા બીલ 2020 આવકારદાયક છે. પણ વિપક્ષના લોકો અપ પ્રચાર કરી ભ્રમતા ફેલાવી રહ્યો છે.

ખેડૂતોને જ્યાં વધારે ભાવ મળે ત્યાં પાક વેચી શકે છે: ઝડફિયા
ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને જે જગ્યા પર વધુ ભાવ મળે ત્યાં તેનો પાક વેચી શકે છે. ખેડૂતોની જમીનનો કરાર નહીં થાય માત્ર ખેત ઉત્પાદનનો કરાર કરવામાં આવશે. આઝાદી પછી પ્રથમ વખત એવું થયું જેમાં ખેડૂતોને સીધા તેના ખાતામાં વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવે છે.

ખેડૂતોની જમીન પચાવી પાડવાની વાત સાવ ખોટી જ છે: ઝડફિયા
આ સાથે જ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ કૃષિ સુધારા બીલ 2020 ખેડૂતોના હિતમાં જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ણય કર્યો છે. કૃષિ સુધારા બીલ 2020એ ખેડૂતોની આવક બમણી કરવાનો ઉદ્દેશ છે. APMC બંધ નથી થવાનું તે ચાલુ રહેશે. જેથી ખેડૂતોના શોષણનો સવાલ જ નથી. ખેડૂતો વાવણી કર્યા પહેલા જ ભાવ નક્કી કરી શકશે. ખેડૂતોની જમીન પચાવી પાડવાની વાત સાવ ખોટી જ છે.

પેટા ચૂંટણીની તમામ બેઠકો પર જીત મેળવીશું: ઝડફિયા
આજે ચૂંટણી જાહેર થશે તો પણ ચૂંટણીના ઢોલ વાગે એટલે ભારતીય જનતા પાર્ટી એક થઈ જાય છે. કોઈ જૂથવાદ રહેતો નથી. પાર્ટીએ બુથ સુધીની તમામ તૈયારી કરી લીધી છે. પેટા ચૂંટણી માટે 8 એટલે કે તમામ બેઠકો જીતીશું તેવો ઝડફિયાએ દાવો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...