તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકમાં ફેલાયો રોગ:કોટડાસાંગાણીના નાના વડિયામાં ડુંગળીનો પાક સુકારા નામના રોગના કારણે ગયો નિષ્ફળ

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોટડાસાંગાણી તાલુકાના નાના વડિયા ગામમાં ડુંગળીના પાકમાં સુકારા નામનો રોગ થયો. ગામમાં 200 વીઘામાં ડુંગળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાંથી 150 વીઘામાં સુકારો નામનો રોગ ફેલાયો છે. સુકારા નામના રોગને નિયંત્રણ કરવા માટે નિષ્ણાતોના મતે હેક્સાકોનાઝોલ દવાનો છંટકાવ સમયાંતરે કરવો પડે છે. જેથી પાકમાં ફુગ ન થાય અને આ ફુગ થકી સુકારો ડુંગળીમાં ન ફેલાઈ.

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના નાના વડિયા ગામે ખેડૂતોના ડુંગળીના પાકને નુકસાન થયું છે. પાકમાં સુકારા નામનો રોગ થયો છે. આ રોગ થવા પાછળનું મુખ્ય કારણ નિષ્ણાતો મતે વાતાવરણ હોય છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર મહિનામાં દિવસનું તાપમાન 5 થી 7 ડિગ્રી ઊંચું રહેતું હોય છે અને રાતનું તાપમાન નીચું હોય છે. આમ થવાથી પાકમાં નાની-નાની સુક્ષ્મ જીવાત આવે છે અને ત્યારબાદ ફુગ થાય છે અને આ ફુગને સમયાંતરે જો નિયંત્રણ કરવામાં ન આવે તો ડુંગળીમાં સુકારો એટલે કે બાયફો થઈ જાય છે અને તે આસપાસના તમામ પાક પર પણ ફેલાઈ જાય છે.

સરપંચ મયુરધ્વજસિંહે જણાવ્યું હતું કે, ‘નાના વડિયા ગામમાં કુલ 200 વીઘા જેટલા ખેતરમાં ડુંગળીનું વાવેતર થયું જેમાંથી 150 વીઘા ખેતરમાં હાલ સુકારાનો રોગ તેમજ વરસાદના કારણે ડુંગળી સુકાવા લાગી છે.

દવાના છંટકાવથી પાકને બચાવી શકાય
‘હાલ દિવસના ઊંચું તાપમાન હોય છે અને રાતે નીચું તાપમાન હોય છે જેના કારણે પાકમાં ફુગ થાય છે. આ ફુગ થવાથી ડુંગળી પર સુક્ષ્મ જીવાત આવે છે. જેને હેક્સાકોનાઝોલ દવાના છંટકાવથી નિયંત્રણમાં લાવી શકાય છે. આ ઉપરાંત પાકમાં સમયાંતરે નિયમિત પિયત આપવું પડે છે પિયત સમયાંતરે ન મળે તો પણ ફુગ થકી સુકારાનો રોગ થાય છે. > ડૉ.જી.આર.ગોહિલ, સહવિસ્તરણ શિક્ષણ નિયામક, જૂનાગઢ

અન્ય સમાચારો પણ છે...