તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં જૈન દીક્ષા મહોત્સવ:જેના જીવનમાં લાગણી વધુ એના જીવનમાં પ્રોબ્લેમ વધુ: નમ્રમુનિ

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આજે દીક્ષાર્થી દિયાબેનનો સંયમ વધામણા સાથે બાલ દીક્ષા મહોત્સવનો કાર્યક્રમ

નમ્રમુનિ મહારાજના સાંનિધ્યે પ્રભુ નેમનાથને પોકારતાં ઘંટારવથી ગૂંજતાં ઊંચેરા ગિરનારની તળેટીએ ગિરનાર જૈન દીક્ષા મહોત્સવના ઉપક્રમે આયોજિત નવ-નવ આત્માઓના દીક્ષા મહોત્સવ અવસરે ગુરુદેવ નમ્રમુનિ મહારાજે ફરમાવ્યું હતું કે, જેના જીવનમાં લાગણી વધુ એના જીવનમાં પ્રોબ્લેમ વધુ હોય છે. નવ-નવ આત્માઓ જ્યારે આત્મશુદ્ધિના ઉત્તુંગ શિખર સુધી પહોંચવા માટે ત્યાગ માર્ગ પર પ્રયાણ કરી રહ્યાં છે ત્યારે તેમના ત્યાગની પ્રેરણાએ કદાચ સંપૂર્ણ ત્યાગ શક્ય બને કે ન બને પરંતુ અંતરના ભાવથી ભાવદીક્ષિત તો અવશ્ય બનીએ. સંયમના માર્ગ પર કોઈ મુમુક્ષુ આત્મા માત્ર ગુરુના શબ્દોને સાંભળવા માત્રથી જ નહીં પરંતુ જનમ જનમની સાધનાના સંસ્કારો સાથે પ્રયાણ કરતાં હોય છે. ભવોભવથી રાગ સામે જે આત્માએ ‘વોર’ કર્યું હોય એ જ આ ભવમાં વૈરાગી બની શકે એની સાથે જ, જેણે પૂર્વભવમાં સંયમમાર્ગની, સંયમીઓની અનુમોદના કરીને પુણ્ય ઉપાર્જન કર્યું હોય એવા આત્માઓ માટે સહજતાથી જ આ ભવમાં સંયમના માર્ગ ખૂલી જતાં હોય છે. સંસાર ત્યાગ કરી રહેલાં આ આત્માઓને નિહાળીને એક સંકલ્પ કરીએ કે, આ ભવમાં સંયમ લેવું શક્ય બને કે ન બને પરંતુ આ દેહના અંતિમસંસ્કાર થતાં પહેલાં આ આત્માને સંયમથી સંસ્કારિત બનાવવો છે. જીવનની જરૂરિયાતોને શક્ય એટલી મિનિમાઈઝ કરી લઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો