તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Old Man Applied Poisonous Medicine To The Cancerous Tumor, The Insects Started Coming Out From Inside, The Poison Died Due To Mixing In The Blood.

આરોગ્ય:કેન્સરની ગાંઠ પર વૃદ્ધાએ ઝેરી દવા લગાવી, અંદરથી જીવાતો નીકળ‌વા લાગી, ઝેર લોહીમાં ભળી જતાં મોત

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટંકારાના વીરપર ગામના વૃદ્ધાએ કેન્સરની ગાંઠ મટાડવા માટે બે દિવસ પૂર્વે ગાંઠ પર ઝેરી દવા લગાવી હતી, ગાંઠ તો મટી નહોતી પરંતુ ઝેર લોહીમાં ભળી ગયું હતું. વૃદ્ધાનું રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં મોત નીપજ્યું હતું.  ટંકારાના વીરપર (મચ્છુ) ગામે રહેતા કુંવરબેન રતાભાઇ બાવરવા (ઉ.વ.65)ને ગુપ્ત ભાગ નજીક કેન્સરની ગાંઠ થઇ હતી, ઓપરેશન કરાવવા છતાં ગાંઠમાં કોઇ ફર્ક પડ્યો નહોતો, કેન્સરની ગાંઠને કારણે તકલીફ થતી હોવાથી કંટાળી બે દિવસ પૂર્વે કુંવરબેને પોતાના ઘરે સાથળના ભાગે કેન્સરની ગાંઠ પર મોનોકોટો દવા લગાવી દીધી હતી. ઝેરી દવા લગાવવાથી અંદરથી જીવાતો નીકળ‌વા લાગી હતી અને તબિયત લથડતાં વૃદ્ધાને રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.  કેન્સરની ગાંઠ પર લગાવેલું ઝેર લોહીમાં ભળી જતાં સારવાર કારગત નીવડી નહોતી અને વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. કુંવરબેનને સંતાનમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રી છે. 

અન્ય સમાચારો પણ છે...