તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી નથી પહોંચ્યું:ડોંડી સૌની યોજના સાથે જોડાયેલી છે તેનાથી અધિકારી જ અજાણ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલી, વાછપરી, મોતીસર સહિતના ડેમ ભગવાન ભરોસે

સરકાર દ્વારા લોકો અને ખેડૂતોને તમામ પ્રકારે પાણીની સુવિધા મળી રહે તે માટે સૌની યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, જે સુચારું વ્યવસ્થા ગોઠવવામાં આવી જોઈએ તે હજુ સુધી નથી ગોઠવાઈ. બીજી તરફ સૌરાષ્ટ્રના ઘણા એવા જળાશયો છે, જેની હાલની સ્થિતિ ખૂબજ નબળી છે અને અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી નથી. રાજકોટ જિલ્લાના મુખ્ય જળાશયોને બાદ કરતા જે જળાશયોમાં સૌનીનું પાણી પહોંચે છે તેવા ડોંડી અને કરમાળ ડેમમાં એક ટકાથી પણ ઓછું પાણી ભરાયેલું છે, જે કોઈ પણ પ્રકારે સિંચાઈ કે પીવાના પાણીમાં ઉપયોગી થઇ શકે તેમ નથી. એટલું જ નહિ, જિલ્લાના અન્ય ગોંડલી, વાછપરી, મોતીસર સહિતના ડેમ હાલ વરસાદી પાણી પર જ નિર્ભર છે, કૂવાના તળ પણ સૂકાઈ જતા ખેતી કરવી ખૂબજ કઠિન બની ગઈ છે.

સામે ઘણા એવા ગામ છે જેના સરપંચને પણ ખ્યાલ નથી કે, ડેમમાં સૌનીનું પાણી જોઈતું હોય તો ડેમ ઓથોરિટીને લેખિત રજૂઆત કરવી પડે, ત્યાર બાદ તેઓને પીવાનું પાણી ડેમમાંથી મળી રહેશે. ચોંકાવનારી વાત જ એ છેકે, ડોંડી ડેમના ડેમ ઓથોરિટી ઇન્ચાર્જ પરેશ ઉમરાણિયા જ અજાણ છે કે આ ડેમ સૌની લિંક-3થી જોડાયેલો છે. સિંચાઇ અધિકારીએ જણાવ્યું હતું કે, આ લિંક ડેમથી 4 કિ.મી. દૂર છે. અને સ્કાવર વાલ્વ મૂકેલો છે જેથી આ ડેમને સૌનીનું પાણી મળી શકે.

સૌનીનું પાણી ડેમમાં ઠાલવવા સરકારમાં માગણી કરવી પડે
સૌની યોજનાનું પાણી ખૂબજ મોંઘું પડે છે, ત્યારે ડેમ ભરવા માટે જો માગણી આવે તો જ ડેમ ભરવામાં આવે. જૂન માસ ચાલુ થઇ જતા સૌનીનું પાણી ન મળી શકે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, આ બંને ડેમ છેલ્લા એક માસથી પણ વધુ સમયથી 5 ટકાથો ઓછા ભરેલા છે, ત્યારે ઘણા એવા ગામો છે, જે સીધા જ આ ડેમ પર નિર્ભર છે, ત્યારે આ ગામને પાણી કેવી રીતે પહોંચાડવું, વૈકલ્પિક વ્યવસ્થા ક્યાં પ્રકારની ઊભી કરવી તે તમામ મુદ્દા વિચારવામાં આવતા નથી અને ગામના લોકો અને ખેડૂતો સતત પીડાઈ છે. > એસ.જી. પટેલ, સિંચાઈ અધિકારી

અનેક રજૂઆત કરી છે: સરપંચ
પાંભર ઇટાળા ગામના સરપંચે માહિતી આપતા કહ્યું હતું કે, ડોંડી ડેમમાં સૌનીનું પાણી ઠાલવવા માટે રાજકોટના સાંસદ અને ધારાસભ્યને ગત બે વર્ષથી લેખિત રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નક્કર જવાબ ન મળતા આ વખતે લેખિત રજૂઆત કરવામાં આવી નથી. ડોંડી ડેમ 8 ગામના 8 હજાર લોકોને પીવાનું પાણી અને સિંચાઈ માટેનું પાણી આપે છે.

અન્ય સમાચારો પણ છે...