તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • The Office Bearers Of The Organization Who Wanted To Contest The Elections Were Confused By The Clash Of The State BJP President

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂંઝવણ:પ્રદેશ ભાજપ પ્રમુખની ટકોરથી ચૂંટણી લડવા ઇચ્છુક સંગઠનના હોદ્દેદારો મૂંઝવણમાં મુકાયા

રાજકોટ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.
 • ભાજપના બે મંત્ર, ‘એક વ્યક્તિ એક હોદ્દો, એક ઘર એક વ્યક્તિને હોદ્દો’: પાટીલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા ઇચ્છુક ભાજપમાં સંગઠનની જવાબદારી સંભાળતા નેતાઓની મુશ્કેલી વધી ગઇ છે. ટિકિટ મેળવવા નાના મોટા તમામ કાર્યક્રમોમાં હાજરી આપનારની સંખ્યા વધી ગઇ છે, પરંતુ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે રાજકોટના બન્ને જાહેર કાર્યક્રમમાં એવું સ્પષ્ટ કર્યું છે કે “એક વ્યક્તિ એક હોદ્દો અને એક ઘર એક વ્યક્તિને હોદ્દો”ના ભાજપના નિયમને કડકથી અમલવારી કરવામાં આવશે.

હવે જો પાટીલ આ નિયમને ધ્યાનમાં રાખી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટની વહેચણી કરે તો રાજકોટમાં કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે ઇચ્છુક વોર્ડ પ્રમુખ, વોર્ડ મહામંત્રી સહિતના હોદ્દા ધરાવતા નેતાઓના સપના પર પાણી ફરી વળશે. પાટીલ જ્યારથી પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યારથી સંગઠનમાં અનેક ફેરફાર કર્યા છે અને આગામી ચૂંટણીમાં પણ જો આ નિયમનો અમલ કરે તો અનેક નેતાઓની મુશ્કેલી વધી જાય તેમ છે તો બીજી તરફ ભાજપના અન્ય કાર્યકર્તાઓને ટિકિટ માટે તક પણ મળી શકે છે.

જળસંચય યોજનાના ચેરમેન રાજીનામું આપશે
રાજકોટમાં પ્રદેશ ભાજપ પ્રમુખે જુદા જુદા બે કાર્યક્રમમાં કહ્યું હતું કે, એક વ્યક્તિ એક હોદ્દોના નિયમનું પાલન કરવામાં આવશે. જેના પગલે સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના બોર્ડના ચેરમેન ડો.ભરત બોઘરા પોતાના પદ પરથી રાજીનામું આપશે. ડો.ભરત બોઘરાની તાજેતરમાં પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ પદે વરણી થઇ છે. તેથી એક વ્યક્તિ એક હોદ્દો નિયમ મુજબ તે ચેરમેન પદેથી રાજીનામું આપશે. ડો.બોઘરાએ જણાવ્યું હતું કે, પક્ષના નિયમ મુજબ એક જ પદ પર રહી શકાય. તેથી આગામી દિવસોમાં રાજીનામું આપવા અંગે વિચારણા કરી રહ્યો છું અને ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરીશ.
ભાજપમાં જૂથવાદ દેખાયો, કેબિનેટ મંત્રી અને

પૂર્વ ડેપ્યુટી મેયરના ફોટાની બેનરમાંથી બાદબાકી
રાજકોટમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના બે જાહેર કાર્યક્રમમાં જૂથવાદ જોવા મળ્યો હતો. મોટામવા ખાતે યોજાયેલા સરપંચ સંવાદ કાર્યક્રમમાં ભાજપના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશ રાદડિયા અને કુંવજીભાઇ બાવળિયાના સ્ટેજ તેમજ અન્ય સ્થળ પર લગાવેલા બેનર્સમાંથી આ ત્રણેય મંત્રીઓના ફોટાની બાદબાકી કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત ઉપલાકાંઠે આયોજિત પેજ પ્રમુખોના કાર્યક્રમમાં પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયાના ફોટાની પણ બાદબાકી કરી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો