મહાનગરપાલિકાની તિજોરીને થોડી રાહત:ઓક્ટ્રોય નાબૂદીની ગ્રાન્ટમાં રૂ. 13 કરોડનો વધારો થશે

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બજેટમાં થયેલી જાહેરાત લાગુ થતા દર વર્ષે રાજકોટને134ને બદલે 147 કરોડ મળશે

રાજકોટ મહાનગરપાલિકામાં ઓક્ટ્રોય નાબૂદ થયા બાદ તેને બદલે રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ આપવામાં આવે છે. આ વર્ષ સુધી પ્રતિ વર્ષ 134 કરોડ રૂપિયાની ગ્રાન્ટ અપાતી હતી જેમાં હવે વધારો થશે. ગ્રાન્ટ વધવાથી મહાનગરપાલિકાની તિજોરીને થોડી રાહત થશે.

રાજ્ય સરકારના બજેટમાં ઓક્ટ્રોય નાબૂદીની ગ્રાન્ટમાં 10 ટકા વધારાની જાહેરાત કરવામાં આવી છે. જો આ જાહેરાત લાગુ કરાય તો રાજકોટ શહેરને 13 કરોડ રૂપિયાનો સીધો ફાયદો થશે. અત્યાર સુધી જે 134 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળતી હતી તે હવે 147 કરોડ રૂપિયા થશે. આ રકમને કારણે મનપાની આર્થિક સ્થિતિ કે જે કોરોના બાદ લથડી ગઈ છે અને હવે લોન તેમજ ઉધાર લેવાની નોબત આવી છે તેમાં કોઇ ફરક તો નહીં પડે કારણ કે આના કરતા વધુ રકમ મેઈન્ટેનન્સમાં ખર્ચાઈ રહી છે.

જો કે આમ છતાં ગ્રાન્ટમાં વધારો થતા મનપાના અધિકારીઓએ જેટલી મળી તેટલી રાહત ગણી છે કારણ કે ઓક્ટ્રોયની ગ્રાન્ટ દર વખતે નિયમિત મળી જાય છે અને સૌથી પહેલા મળે છે.આ ઉપરાંત રાજકોટ શહેરને સ્માર્ટ સિટી મિશન હેઠળ પણ ગ્રાન્ટ મળશે જો કે, તે દર વર્ષની જેમ રાજ્ય સરકારના ફાળે આવતી રકમ હશે અને તેમાં મનપા પોતાનો ફાળો આપશે અને કેન્દ્ર સરકાર પણ ગ્રાન્ટ આપશે.

અન્ય સમાચારો પણ છે...