તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Nurses Protested The Demands By Wearing Black Bandages, Crying And Saying What About Our Feelings !, They Are All Torturing Us

વિશ્વ નર્સ દિવસે નર્સ જ આંદોલનના માર્ગે:રાજકોટમાં પોતાની માંગણીઓને લઈને નર્સોએ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો,રડતાં રડતાં કહ્યું-અમારી લાગણીનું શું !,બધા અમને જ ટોર્ચર કર્યા કરે છે

4 મહિનો પહેલા
  • માસિક પગાર 35000 ચૂકવાય અને છેલ્લા 1 વર્ષથી ન મળેલી રજાઓનું વળતર ચૂકવવામાં આવે.તેવી માંગ

ગુજરાતમાં ડોકટરની હડતાળ હજી માંડ માંડ સમેટાઈ છે ત્યારે આજે રાજકોટમાં વિશ્વ નર્સ દિવસે શહેરભરની નર્સે કાળી પટ્ટી બાંધીને પોતાની માંગ સાથે વિરોધ દર્શાવી રહ્યા છે. જેમાં રડતાં રડતાં નર્સે કહ્યું હતું કે- અમારી લાગણીનું શું !, બધા અમને જ ટોર્ચર કર્યા કરે છે. આ આંદોલનમાં જો તેમને તાત્કાલિક ન્યાય નહી મળે અને તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો સ્ટાફ હળતાલ પર ઉતરશે અને એક દિવસની પ્રતીક હડતાળ પર જશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.

શું છે નર્સોની માગણીઓ?
નર્સોની માગણીઓ છે કે, તેમને ગ્રેડ પે રૂ.4200 અને ખાસ ભથ્થાઓ રૂ.9600 પ્રતિ માસ ચૂકવાય. સાથે જ આઉટ સોર્સિંગથી ભરતી બંધ કરીને રૂ.35000 માસિક પગાર ચૂકવાય. નર્સિંગ સ્ટુડન્ટ્સમાં ડીપ્લોમા દરમિયાન રૂ. 15000 પ્રતિ માસ સ્ટાઈપેન્ડ અપાય અને ડિગ્રી અભ્યાસમાં (બેઝિક BSC) ફાઈનલ વર્ષમાં ઈન્ટર્નશીપ દરમિયાન રૂ. 18000 પ્રતિ માસ ચૂકવાય. નર્સોને બે ઉચ્ચતર પગાર ધોરણને બદલે શિક્ષકોની જેમ 10-20-30 વર્ષે ત્રણ ઉચ્ચતર પગાર અપાય. રાજ્યમાં નર્સીસની ખાલી પડેલી લગભગ 4000 જગ્યા તાત્કાલિક ધોરણે ભરીને હાલની અછત દૂર કરાય. નર્સોને છેલ્લા એક વર્ષથી આજદીન સુધી ન મળેલી રજાઓનું વળતર અપાય અથવા જમા કરવાનો હુકમ થાય. ફિક્સ પગારમાં ફરજો બજાવતા નર્સીસને પણ આ તમામ ભથ્થા સમાન દરે ચૂકવાય.

માંગણીઓ નહીં સંતોષાય તો 1 દિવસની પ્રતિક હડતાલ
નર્સો દ્વારા 1આજથી17મી મે સુધી આ PPE કીટ પર હાથમાં કાળી પટ્ટી બાંધીને ધરણાં યોજી પોતાનો વિરોધ વ્યક્ત કરશે. આ દરમિયાન તેઓ દર્દીઓની સેવા ચાલુ રાખશે. જો સરકાર દ્વારા આ દરમિયાન કોઈ કાર્યવાહી નહીં કરાય તો 18મી મેના રોજથી તેમણે એક દિવસની પ્રતિક હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. જેમાં રાજ્યના દરેક જિલ્લા ખાતેની તમામ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ફરજો બજાવતા નર્સીસ તેમાં જોડાઈને સામુહિક વિરોધ દાખવશે.