તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માટી કૌભાંડ:બીજા ટ્રેક્ટરનો નંબર પણ કારનો નીકળ્યો! : હવે નોંધાવાશે ફોજદારી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ ચર્ચાસ્પદ બનેલા માટી કૌભાંડમાં એક પછી એક ખુલાસો થઇ રહ્યા છે. સૌપ્રથમ ટ્રેક્ટર નંબર GJ03HK 7271ની તપાસ કરતા આ નંબર અલ્ટો કારનો નીકળ્યા બાદ શુક્રવારે વધુ એક ટ્રેકટરનો નંબર GJ03ER 6176 પણ કારનો નીકળતા વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે.

આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઓડિટર દ્વારા બાંધકામ વિભાગના નાયબ કુલસચિવને લેખિતમાં આ બિલમાં દર્શાવેલા વાહનના નંબર કારના હોવાનું વાંધો લીધો હતો પરંતુ છતાં રજિસ્ટ્રાર દ્વારા તમામ કામગીરી સંતોષકારક હોવાનું અને બિલની ચૂકવણી કરવાની નોંધ મૂકી કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવી દીધા હતા. આ સમગ્ર માટી કૌભાંડમાં રજિસ્ટ્રાર સહિતનાઓ સામે તપાસ સમિતિ નીમવા અને તટસ્થ તપાસ કરવા કુલપતિએ જણાવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડમાં કોન્ટ્રાક્ટર દ્વારા ટ્રેક્ટરના 963 ફેરા કર્યા હોવાનું બોગસ બિલ મૂકી રૂ. 7.50 લાખ પાસ કરાવી લીધા હોવાનો ‘દિવ્ય ભાસ્કરે’ પર્દાફાશ કર્યો છે. ત્યારે શુક્રવારે કુલપતિએ કોન્ટ્રાક્ટર પાસેથી વાહનના દસ્તાવેજ સહિતના પુરાવા મંગાવ્યા હતા પરંતુ ખરેખર 963 ફેરા માટી ક્યાંથી લીધી અને ક્યાં નાખી તેનું મોનિટરિંગ કોઈએ કર્યું નથી.

આ પ્રકરણમાં તપાસના અંતે જવાબદારો સામે ફોજદારી રાહે પગલાં લેવાય તેવી સંભાવના છે.

ન ટેન્ડર કર્યું, ન વર્કઓર્ડર અપાયો, મૌખિક કામ સોંપી બિલ પાસ કરી દીધું!
માટી કૌભાંડમાં યુનિવર્સિટીની જુદી જુદી જગ્યાએ જરૂરિયાત પ્રમાણે માટી નાખવાની હોય આ કામ માટે ન ટેન્ડર પ્રક્રિયા કરી, ન વર્ક ઓર્ડર અપાયો. કોન્ટ્રાક્ટરને મૌખિક રીતે જ શારીરિક શિક્ષણ નિયામક દ્વારા કામ સોંપાયું અને બિલ મૂકી દઈને સીધું જ પાસ કરી દેવાયું.

અન્ય સમાચારો પણ છે...