કોરોના રાજકોટ LIVE:લાંબા સમયે પોઝિટિવ કેસની સંખ્યા સિંગલ ફિગરમાં નોંધાઈ,બપોર સુધીમાં 9 કેસ,યુનિ.ની તમામ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ

રાજકોટએક વર્ષ પહેલા
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરમાં મનપાની ફૂડ શાખાએ વિવિધ બ્રાન્ડ્સના ખાદ્યચીજના નમૂના તપાસ અર્થે મોકલ્યા.

રાજકોટમાં રોજની કોરોના કેસની સંખ્યા ઘટીને 100 નીચે આવી ગઈ છે. આથી શહેરમાં કોરોનાનો આંક ઘટીને માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહની સ્થિતિએ પહોંચી ગયો છે. રાજકોટમાં કુલ કેસની સંખ્યા 42281 પર પહોંચી છે. રાજકોટમાં ગઈકાલે 2 દર્દીના મોત નીપજ્યાં હતા. જોકે આ અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. શહેરમાં આજે બપોર સુધીમાં 9 કેસ નોંધાયા છે. બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 4048 લોકોએ કોરોના વેક્સિન લીધી છે. પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પણ તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.

સરકારના આદેશ બાદ ઓફલાઈન પરીક્ષા લેવાશે
કોરોના મહામારીને પગલે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરાયા બાદ રાજ્યના શિક્ષણ વિભાગે હવે યુનિવર્સિટી કક્ષાની પરીક્ષાઓ પણ રદ કરવા આદેશ કર્યો છે. આ અંગે ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી તારીખ 15 જૂનથી પીજીના વિદ્યાર્થીઓની અને 21 જૂનથી યુજીના વિદ્યાર્થીઓ સહિત કુલ 60 હજાર જેટલા વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લેવાની હતી પરંતુ રાજ્ય સરકાર તરફથી સૂચનાઓ મળ્યા બાદ જ 15 જૂનના લેવાનાર પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. અને હવે સરકારના આદેશ બાદ ઓફલાઈન પરીક્ષા અને ભૌતિક વર્ગખંડ શિક્ષણ ચાલુ થશે. શિક્ષણ વિભાગના આદેશને પગલે યુનિવર્સિટીની પીજી, યુજી, એક્સ્ટર્નલ સહિતની ઓફલાઈન લેવાનારી તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.

ઉપકુલપતિ ડો.વિજય દેસાણી
ઉપકુલપતિ ડો.વિજય દેસાણી

શહેરમાં મનપાની ફૂડ શાખાએ વિવિધ બ્રાન્ડ્સના ખાદ્યચીજના નમૂના તપાસ અર્થે મોકલ્યા.
ઉનાળાની ઋતુમાં આઇસ્ક્રિમ અને કેરીનું વધુ વેચાણ થતું હોવાથી નગરજનોના સ્વાસ્થ્યની કાળજી રાખી કોરોના મહામારી અને ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે. ત્યારે આજે રાજકોટ મહાનગરપાલીકા ફુડ શાખા દ્વારા શહેરની વિવિધ 14 દુકાનોમાં ખાદ્ય ચીજવસ્તુઓના નમુના લઇ ફુડ સેફ્ટી સ્ટાન્ડેડ એક્ટ 2006 અનુસાર એનાલીસીસ અર્થ મોકલવામાં આવ્યા હતા.

ગુજરાત કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખનું કોરોનાથી નિધન
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમ્યાન ગુજરાત કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ બહાદુરસિંહ ઝાલાનું નિધન થયું છે. બહાદુરસિંહ ઝાલા વર્ષો સુધી ગુજરાત કર્મચારી મંડળના પ્રમુખ અને આગેવાન હતા અને વર્ષો સુધી કર્મચારીઓના પ્રશ્ન અને આંદોલનો પણ ચલાવ્યા હતા. બહાદુરસિંહ ઝાલા નિધનથી ગુજરાતના કર્મચારીઓમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. CM વિજય રૂપાણી એ તેમના નિધનથી ચિંતા વ્યક્ત કરી હતી

અન્ય સમાચારો પણ છે...