તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:રાજકોટમાં કોરોનાના વળતા પાણી, 24 કલાકમાં ઝીરો મોત, આજે બપોર સુધીમાં કેસની સંખ્યા પણ શૂન્ય

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પોઝિટિવ કેસની સંખ્યા 43696 પર પહોંચી, શહેરમાં 142 અને ગ્રામ્યમાં 14 કેસ એક્ટિવ

રાજકોટ આજે બપોર સુધી કોરોના મુક્ત બન્યું છે. શહેરમાં કોરોના વાયરસ ખાત્મા તરફ આગળ વધી રહ્યો છે. જેને પગલે આજે બપોર સુધીમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત 24 કલાકમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી. રાજકોટ શહેર અને જિલ્લામાં રવિવારે 9 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ શહેરમાં 8 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને હાલ 142 એક્ટિવ કેસ છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 43696 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજના ડિસ્ચાર્જ 24 રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે 864 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં હાલ 14 એક્ટિવ કેસ છે. જેમાંથી 3 દર્દી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે, 9 ઘરે અને બે આરોગ્ય કેન્દ્ર પર સારવાર લે છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 14894 પોઝિટિવ કેસ નોંધાયા છે

રાજકોટમાં કોવિશિલ્ડ ખલાસ
કોરોના વેક્સિનની રસી મુકાવવા માટે સરકારે મહાઅભિયાન શરૂ કર્યું પરંતુ પૂરતો સ્ટોક ન હોવાથી રાજકોટ મનપાની વેક્સિનેશન સાઇટ પરથી લોકોને પરત જવું પડે છે. રવિવારે સાંજ સુધી મનપા પાસે કોવિશિલ્ડનો જથ્થો મળ્યો ન હોવાથી સોમવારે કોવેક્સિનથી જ કામ ચલાવવું પડશે. આરોગ્ય વિભાગ પાસે કોવેક્સિનનો માત્ર 8500 ડોઝ છે તેથી કોવેક્સિનનો બીજા ડોઝ માટે આવતા લોકોને પ્રથમ તક આપવામાં આવશે. જો વેક્સિનનો જથ્થો નહીં મળે તો મનપાની વેક્સિનેશનની 62 સાઇટમાંથી અડધો અડધ સાઇટ બંધ રાખવી પડશે. રવિવારે 5836 લોકોનું વેક્સિનેશન થયું હતું.

62 કેન્દ્ર પર વેક્સિનેશનની કામગીરી ચાલે છે
મનપાના તમામ આરોગ્ય કેન્દ્રો પર 62 સાઇટ શરૂ કરી વેક્સિનેશનની કામગીરી કરે છે. રવિવારે વેક્સિનનો પૂરતો જથ્થો ન હોવાથી 10 સાઇટ બંધ કરવાની ફરજ પડી હતી. વેક્સિનનો પૂરતો જથ્થો મળતો ન હોવાથી અનેક લોકોને વેક્સિન મુકાવ્યા વગર પરત જવું પડે છે. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, રવિવારે સાંજે મનપા પાસે 8500 ડોઝ કોવેક્સિનનો સ્ટોક છે અને કોવિશિલ્ડનો એક પણ ડોઝ નથી. તેથી સોમવારે 62 સાઇટમાંથી અડધો અડધ સાઇટ બંધ રાખવી પડશે અને કોવેક્સિનનો બીજો ડોઝ લેવા આવતા વ્યક્તિઓને પ્રથમ તક આપી તેમને વેક્સિન મૂકવામાં આવશે. રસીનો વધુ જથ્થો મેળવવા પ્રયાસો ચાલી રહ્યા છે. સરકારે રાજકોટને રવિવારે 5000 ડોઝ આપ્યા બાદ વેક્સિનેશન થયું હતું.