તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • The Number Of Positive Cases In Rajkot Crossed 15,300, With 169 Patients Undergoing Treatment At Different Hospitals In The City

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં આજે બપોર સુધીમાં 12 કેસ નોંધાયા, મનપાની મેન પાવર એજન્સીએ કર્મચારીઓને વેક્સિન લેવા દબાણ કર્યુ

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજકોટમાં 12 સ્થળે 72 ફ્રન્ટલાઇન વોરિયરે વેક્સિન લીધી
 • રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહીં
 • તાવ, શરદી અને ઉધરસના શહેરમાં 7581 કેસ અને ગ્રામ્યમાં 19424 કેસ

રાજકોટમાં આજે બપોર સુધીમાં 12 કેસ નોંધાયા છે. કોરોના કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સવાર સુધીમાં એક પણ દર્દીનું શહેરની કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ થયું નથી. શહેરમાં કુલ કેસની સંખ્યા 15328 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 169 દર્દી સારવાર હેઠળ છે. મંગળવારે 70 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તો તાવ, શરદી અને ઉધરસના શહેરમાં 7581 કેસ અને ગ્રામ્યમાં 19424 કેસ સામે આવ્યા છે. મનપાની મેન પાવર એજન્સીએ કર્મચારીઓને વેક્સિન લેવા દબાણ કરતો મેસેજ કર્યો છે જે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

મેન પાવર એજન્સીનો ધમકીભર્યો મેસેજ વાઇરલ
રાજકોટ મનપાની મેન પાવર એજન્સીએ આઉટ સોર્સના કર્મચારીઓ ઉપર વેક્સિન લેવા માટે દબાણ કર્યુ છે. મનપામાં કાર્યરત આઉટ સોર્સ એજન્સીની દાદાગીરી સામે આવી છે. જી.ડી. અજમેરા મેન પાવર એજન્સીએ કર્મચારીઓને વેક્સિન લેવા પર દબાણ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં ધમકીભર્યો મેસેજ વાઇરલ થયો છે. જેમાં કર્મચારીઓને જણાવ્યું છે કે, વેક્સિન લીધા બાદ જ પગાર આપવામાં આવશે. આથી કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો
રાજકોટની હોસ્પિટલોમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઘટી રહી છે અને હવે 200ની આસપાસ જ છે. ત્યાં મોતની સંખ્યા વધતા ફરી ચિંતાનો માહોલ સર્જાયો છે. બીજી તરફ નવા કેસ આવવામાં ઘણો ઘટાડો આવ્યો છે. લોધિકા, પડધરી, કોટડાસાંગાણી સહિતના તાલુકાઓમાં સપ્તાહે માંડ 1 કેસ આવી રહ્યા છે. તો તાવ, શરદી અને ઉધરસના શહેરમાં 7581 કેસ અને ગ્રામ્યમાં 19424 કેસ સામે આવ્યા છે.

સરકારી અધિકારીઓને રસી આપવાનું શરૂ કરાયું
રાજકોટમાં હેલ્થ વર્કરના રસીકરણ સમયે જ ફ્રન્ટલાઈન કોરોના વોરિયરનું રસીકરણ ચાલુ કરાયું હતું. જોકે મંગળવારે બંને વર્કર માટે અલગ અલગ સાઈટ રાખીને એક જ દિવસે રસી અપાઈ હતી. જેમાં 649 લોકોએ લાભ લીધો હતો. વેક્સિનની સંખ્યા વધે તે માટે હવે જે લોકો રસી મૂકવા ઈચ્છતા હોય તે સીધા સેન્ટર પર જઈને ત્યાં રજિસ્ટ્રેશન અને શિડ્યૂલ આપીને તુરંત જ રસી આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો