કોરોના રાજકોટ LIVE:નવા 8 કેસ દાખલ, 8 દર્દી કોરોના મુક્ત, 39 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટમાં આજે કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ આવ્યા છે. જેની સામે 8ને ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસ 39 થયા છે. આ સાથે કોરોનાનો કુલ આંક 65470 થયો છે.

મચ્છરજન્ય રોગચાળો વકર્યો
ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન સારો વરસાદ નોંધાયા બાદ થોડા સમયના વિરામ બાદ ફરી 5 દિવસથી રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદની ઋતુ દરમિયાન મિક્સ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળતાં ડેન્ગ્યુ અને મેલેરિયાના મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એકસાથે વધુ લોકોને કરડતા હોવાથી વધુ જનસમુદાય હોય તેવા સ્‍થળોએ આવા રોગ ફેલાવવાનો જોખમ વધુ રહે છે.

ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધ્યા
છેલ્લા એક સપ્તાહ દરમિયાન રાજકોટ શહેરમાં મેલેરિયાના નવા 2 કેસ નોંધાતા ચાલુ વર્ષ દરમિયાન મેલેરિયા કેસની સંખ્યા 24 પર પહોંચી છે. જ્યારે ડેન્ગ્યુના નવા 9 કેસ નોંધાતા ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગ્યુ કેસની સંખ્યા 69 પર પહોંચી છે. જો કે ચિકુનગુનિયાનો એક પણ કેસ નહી નોંધાતા તેના વાર્ષિક કેસની સંખ્યા 14 પર પહોંચી છે. આ સાથે છેલ્લા એક સપ્તાહ દરમિયાન શરદી-ઉધરસના 283 કેસ, સામાન્ય તાવના 61 કેસ અને ઝાડા-ઊલટીના 73 કેસ નોંધાયા છે.

વરસાદ રોકાયા બાદ આટલું જરૂરી કરીએ

  • અગાસી કે છજજામાં જમા થયેલ વરસાદી પાણીનો તાત્કાલીક નિકાલ કરીએ
  • અગાસી, બાલકની કે ગાર્ડનમાં રાખેલ છોડના કુંડા, કયાળા વગેરેમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ.
  • ૫ક્ષીકુંજ, ૫શુને પીવાની કુંડી હાલ ચોમાસા પુરતી વ૫રાશમાં ન લઇને વરસાદી પાણી ભરાઇ ન રહે તેવી રીતે ઉંઘું કરીને રાખવા અથવા દરરોજ રાત્રે ખાલી કરીને ઉંઘું રાખયા બાદ જ
  • સવારે નવું પાણી ભરવું.
  • અગાસી, છા૫રા વગેરે ૫ર પડેલ ભંગાર, ટાયર, ડબ્બા ડુબ્લી વગેરે જેવા પાત્રોમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ.
  • પીવાના તથા ઘરવ૫રાશના તમામ પાણી ભરેલ પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખીએ.
  • ઘરની આસપાસ જમા ખાડા-ખાબોચીયામાં જમા થયેલ પાણીમાં બળેલ ઓઇલ નાખીએ
અન્ય સમાચારો પણ છે...