તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:પોઝિટિવ કેસની સંખ્યા ઘટી,બપોર સુધીમાં 10 કેસ નોંધાયા,સ્થિતિ સામાન્ય થવા તરફ

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કુલ કેસની સંખ્યા 42281 પર પહોંચી છે

રાજકોટમાં રોજની કોરોના કેસની સંખ્યા ઘટીને 100 નીચે આવી ગઈ છે. આથી શહેરમાં કોરોનાનો આંક ઘટીને માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહની સ્થિતિએ પહોંચી ગયો છે. રાજકોટમાં કુલ કેસની સંખ્યા 42331 પર પહોંચી છે. રાજકોટમાં ગઈકાલે 2 દર્દીના મોત નીપજ્યાં હતા. જોકે આ અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. શહેરમાં આજે બપોર સુધીમાં 10 કેસ નોંધાયા છે. આવતીકાલે મનપા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના સંયુક્ત ઉપક્રમેં સવારે 10 વાગ્યે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે રૂ. 235 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ CM વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે.

શહેરમાં મ્યુકોરમાઇકોસિસના રેકોર્ડ બ્રેક 400 ઓપરેશન
દેશભરમાં સૌથી વધુ બ્લેક ફંગસના 400 દર્દીના ઓપરેશન રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા કરવામાં આવ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું કે, મારા ધ્યાનમાં નથી કે દેશમાં આટલા ઓપરેશન બીજે થયા હોય. કોરોના બાદ વકરેલી મ્યુકોરમાઈકોસિસની મહામારી સાથે વિશ્વ ઝઝૂમી રહ્યું છે. ત્યારે કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસની મહામારી પણ રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબોની સૂઝબૂઝ સામે હારી હોય તેમ રાજ્યમાં સૌથી વધુ કેસ રાજકોટમાં નોંધાયા છે. કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસના કહેરથી દર્દીઓને બચાવવા તબીબો રાત-દિવસ તનતોડ મહેનત કરી રહ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં 500 બેડની સુવિધા
કોરોના બાદ રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસનું પ્રમાણ વધ્યું છે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સિવિલમાં મ્યુકોર માઈકોસિસ માટે 500 બેડની સુવિધા ઉભી કરવામાં આવી હતી. એક સમયે 500 બેડ ફુલ થઈ જતાં તંત્ર દ્વારા સમરસ હોસ્ટેલ ખાતે પણ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના 494 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે સમરસ હોસ્ટેલમાં 193 દર્દી દાખલ છે. આ ઉપરાંત સિવિલમાં દરરોજ 30 થી વધુ દર્દીઓની ઓપીડી છે. જેમાંથી 9 થી 10 દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...