તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Number Of People At The Testing Booth In Rajkot Is Low, The Line Is Full Even Outside Kovid Hospital, Not A Single Ambulance

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાબુમા?:રાજકોટમાં ટેસ્ટિંગ બુથ પર લોકોની સંખ્યા પાંખી, કોવિડ હોસ્પિટલ બહાર પણ લાઈન પૂર્ણ, એક પણ એમ્બ્યુલન્સ નહિ

રાજકોટ11 દિવસ પહેલા
  • છેલ્લા 2 દિવસથી સિવિલમાં આંશિક રાહત, સારવાર માટે આવતા લોકોને રાહ જોવી પડતી નથી

રાજકોટમાં સ્વયંભૂ ટેસ્ટિંગ કરાવવા માટે દરરોજ અનેક લોકો ટેસ્ટિંગ માટે લાઈનમાં ઉભા હોય છે. આજે અચાનક તેમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત સિવિલમાં સા૨વા૨ માટે છેલ્લા ઘણા દિવસથી ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં દ૨રોજ 100થી વધુ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો સાથે દર્દીઓની લાગતી લાંબી લાઈન પણ આજે એકાએક પૂર્ણ થઈ ગઈ છે. જ્યાં એક પણ વાહન જોવા મળ્યા નથી. હાલ તબીબો દ્વારા દર્દીઓને તેમના વાહનોમાં તપાસવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત તંત્ર દ્વારા મેદાનમાં જ દર્દી અને તેમના પરિવારજનો માટે ભોજન સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અચાનક લાઈન જ જોવા ન મળતાં અનેક તર્ક–વિતર્ક શરૂ
ઉલ્લેખનીય છે કે આ દ્રશ્ય નિહાળીને લોકો આશ્ચર્યમાં મૂકાયા હતાં. તબીબોમાં પણ જો૨શો૨થી ચર્ચા ચાલી હતી કે આવું કેમ થયું? હજુ કેટલાક દિવસો સુધી આ પ્રકા૨નું દ્રશ્ય જોવા મળે તેવું સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું ત્યારે અચાનક આખી લાઈન જ જોવા ન મળતાં અનેક તર્ક–વિતર્ક શરૂ થયા હતાં. ઉલ્લેખનીય છે કે જો આમ જ રહ્યું તો રાજકોટમાં અચૂક પણે કોરોના કાબૂમાં આવી જશે.

તબીબોને પણ માનસિક રાહત મળી શકે
ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં દિવસે ન વધતી કતા૨ દર્દીઓ સાથે રાત્રે વધતી હતી. 100થી વધુ દર્દીઓનું લાંબુ વેઈટિંગ હોવાથી ઓપીડી સુધી પહોચતા પહોંચતા દશેક કલાક થતી હતી પરંતુ આજે વહેલી સવા૨થી ગ્રાઉન્ડમાં એક પણ દર્દી સાથેનું વાહન ન દેખાતાં અહીંથી પસા૨ થતાં લોકો પણ અચંબિત થઈ ગયા હતાં. એકંદરે આ લાઈન 28 દિવસ પછી તબીબોને પણ માનસિક રાહત આપતી સાબિત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો