કોરોના ઇફેક્ટ:રાજકોટ જિલ્લામાં મહિને ખૂલતા ઉદ્યોગની સંખ્યા 20માંથી 10 થઈ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રો-મટિરિયલ્સ અને મજૂરો નહિ મળતા ઉત્પાદન ઘટવા લાગ્યું

કોરોનાની બીજી લહેરમાં રાજકોટના ઉદ્યોગ તો રાબેતા મુજબ ચાલુ જ હતા પરંતુ અન્ય રાજ્યમાં આવેલા લોકડાઉનને કારણે રાજકોટનું એમ.એસ.એમ.ઈ. સેક્ટર પ્રભાવિત થયું છે. કોરોનાની બીજી લહેર બાદ રાજકોટ જિલ્લામાં દર મહિને ખૂલતા ઉદ્યોગની સંખ્યા 20માંથી 10ની થઇ છે. મિનિ લોડકાઉન પહેલા જ પરપ્રાંતીય મજૂરો પોતાના વતન ચાલ્યા ગયા છે અને હજુ સુધી પરત નથી ફર્યા. જેને કારણે ઉત્પાદન ઘટવા લાગ્યું છે.

જ્યારે બીજા દેશમાંથી ઓર્ડર તો મળી રહ્યા છે, પરંતુ કન્ટેનર મળતા નથી જેને કારણે ભાવ ત્રણ ગણો થયો છે. જ્યારે અન્ય રાજ્યોમાં લોકડાઉન નહિ ખૂલતા ત્યાંથી રો-મટિરિયલ્સ મળતું નથી. આ સિવાય બિલના પેમેન્ટની જે ચેઈન હતી તે તૂટી ગઈ છે. એન્જિનિયરિંગ એસોસિએશનના નરેન્દ્રભાઈ પાંચાણીએ જણાવ્યું હતું કે, માલ એક્સપોર્ટ કરવા કોરોના પહેલા જે કન્ટેનરનો ભાવ રૂ. 150 ડોલર હતો તેનો ભાવ અત્યારે 500 ડોલર ચૂકવવો પડે છે.

આ પડકારો વચ્ચે ચાલે છે ઉદ્યોગો
1.
નાના એકમોની વર્કિંગ કેપિટલ વધી જવાને કારણે તેને સર્વાઈવ થવામાં મુશ્કેલી પડી રહી છે.
2. 50 મજૂરની સામે માત્ર 15 જ મજૂર મળે છે.જેને કારણે શિફ્ટની સંખ્યા ઓછી થઈ રહી છે.
3. તૈયાર થયેલો માલ વેચી શકાતો નથી, માલ એક્સપોર્ટ માટેના શિપ સમયસર મળતા નથી.
4. મજૂરો નહિ મળતા એક માણસ પાસેથી કામ ડબલ લેવું પડી રહ્યું છે અને મજૂરીના દર રૂ.150 માંથી વધીને રૂ. 500 સુધી પહોંચ્યા છે.
5. ગત વખતની જેમ ઈએમઆઈમાં કોઈ રાહત મળી નથી. એ સિવાયના બીજા ખર્ચ ચાલુ છે. જેથી પોતાના ઘરમાં રહેલી બચતનો વપરાશ ઉદ્યોગ માટે કરવો પડી રહ્યો છે.
6. રો-મટિરિયલ્સના ભાવ વધવાને કારણે પ્રોડક્શન ખર્ચ વધે છે. જ્યારે મોંઘા ભાવે સામેવાળા તૈૈયાર માલ ખરીદતા નથી.

અન્ય સમાચારો પણ છે...