તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:હાલારી ગધેડાની સંખ્યા 5 વર્ષમાં 40 ટકા ઘટી, ફક્ત 1573 જ રહ્યા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગધેડીનું દૂધ કિંમતી હોવાનો દાવો કરાતા પ્રખ્યાત બન્યા
  • સહજીવન સંસ્થાએ હાલારી ગધેડાની પ્રજાતિ બચાવવા સરકારને સૂચનો કર્યા

હાલાર અને ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લામાં હાલારી ગધેડાની વિશિષ્ટ પ્રજાતિ જાણીતી છે. આ પ્રજાતિના ગધેડા હાલારમાં માત્ર 662 અને સમગ્ર સૌરાષ્ટ્રમાં 1573 જ રહી છે. માત્ર પાંચ જ વર્ષમાં સંખ્યા 40 ટકા ઘટતા સહજીવન નામની સંસ્થાએ બ્રીડને બચાવવા માટે સરકારને રજૂઆતની સાથે સૂચનો મોકલ્યા છે.

સંસ્થાના પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશ ભટ્ટી જણાવે છે કે, તાજેતરમાં નેશનલ રિસર્ચ ઓન ઈકવાઈન દ્વારા હાલારી ગધેડાના દૂધમાં રહેલા વિશિષ્ટ ગુણો પર સંશોધન કરીને ગધેડાના દૂધ માટે ડેરી શરૂ કરી 7000 રૂપિયે લિટર જેવા ઊંચા ભાવે વેચી શકાય છે તેવી શક્યતા વ્યક્ત કરી છે જેના કારણે હાલારી ગધેડાની માંગ વધી છે પણ બીજી તરફ આ પ્રજાતિ વિલુપ્તિના આરે પહોંચી છે.

સહજીવન છેલ્લા 5 વર્ષથી આ પ્રજાતિને બચાવવા પ્રયત્નશીલ છે તેથી અલગ અલગ માલધારીઓ સાથે સંપર્કમાં રહીને સંશોધન કરીને કેટલાક સૂચનો બનાવ્યા છે જેથી પ્રજાતિની સંખ્યા વધારી શકાય છે અને બચાવી શકાય છે. આ સૂચનો સાથેની હાલારી ગધેડા બચાવવાની રજૂઆત મુખ્યમંત્રીને કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો