તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં બપોર સુધીમાં 10 કેસ નોંધાયા, SBI બેંકના 15 કર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાંથી બુધવારે 38 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે બપોર સુધીમાં 10 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 15560 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 97 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે બુધવારે 38 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે અત્યાર સુધીમાં 146 લોકોના કોરોનાથી મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે. બુધવારે અલગ અલગ સ્થળોએ 739 આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના સામેની વેક્સિન આપવામાં આવી હતી. રાજકોટમાં SBI બેંકના 15 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યાં છે. પહેલા 7 કર્મી પોઝિટિવ આવ્યા હતા. જે બાદ આજે વધુ 8 કર્મી પોઝિટિવ આવ્યાં છે.

નર્સ હેતલબેન માકડીયા
નર્સ હેતલબેન માકડીયા

સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેટર તરીકેની ફરજ બજાવતા વેક્સિનેટર નર્સ
કોરોનાના કપરા કાળમાં કોરોનાને હરાવવા માટે અનેક ફ્રન્ટલાઈન કર્મવીરોએ પોતાનું યોગદાન આપ્યું છે અને આપી રહ્યા છે. આવા સમયે ફ્રન્ટલાઈન કર્મવીરો પૈકી નર્સ તરીકે સેવા બજાવતા અને છ માસની સગર્ભાવસ્થાને ધ્યાને લઈને હેતલબેન માકડીયા સેવાનો અવસર મળ્યો હોય તેમ માનીને વેક્સિનેટર તરીકે પોતાની સમાજ પ્રત્યેની ભુમિકા અદા કરી રહ્યા છે. આ તકે હેતલબેન માકડીયાએ જણાવ્યું હતું કે, હું એક નર્સ છું અને છેલ્લા સાત વર્ષથી રાજકોટ સિવિલમાં ખાતે સેવા આપુ છું. કોરોનાના કપરા કાળમાં હું એનેમિયાની બિમારીનો સામનો કરી રહી હતી. મારી આ સમસ્યાના કારણે મને કોરોનાના દર્દીઓની સેવા કરવાનો મોકો નથી મળ્યો, તે વાતનું દુઃખ હતું. ઈશ્વર બધાને સમાન તક આપે છે તે ન્યાયે મને પણ સેવાની એક તક મળી.

કોરોનાના કેસ કરતા વેક્સિન લેનારાની સંખ્યા વધી
રાજકોટ જિલ્લામાં કુલ કોરોનાના કેસ કરતા પણ વેક્સિન લીધી હોય તે લોકોની સંખ્યા વધી ચૂકી છે. દરરોજ 40થી 45ની સંખ્યામાં કેસ આવી રહ્યાં છે જ્યારે તેના કરતા 10 ગણી સંખ્યામાં લોકો રસી લઈ રહ્યાં છે અને થોડા જ દિવસોમાં આ પૈકીના ઘણા લોકો બીજો ડોઝ લીધા બાદ કોરોનાથી સુરક્ષિત પણ રહી શકશે. રાજકોટ સહિત જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 22422 પર પહોંચી છે. તેની સામે શહેરમાં 18598 અને ગ્રામ્ય વિસ્તારમાં 12746 લોકોએ રસી લેતા કુલ વેક્સિનેશનનો આંક 31344 થયો છે. હજુ પણ વેક્સિનનો ટાર્ગેટ 60 ટકા સુધી જ પહોંચ્યો છે. અને 80 ટકાએ પહોંચી ગયા બાદ બીજા ડોઝની કાર્યવાહી થશે.

અત્યાર સુધીમાં કોવિશિલ્ડના 2.18 લાખ ડોઝ આવી ચૂક્યા
રાજકોટમાં પહેલા તબક્કે કોવિશિલ્ડ વેક્સિન ફાળવાઈ હતી અને તેના જ ડોઝ અપાયા હતા જોકે હવે વેક્સિનની બીજી બ્રાન્ડ એટલે કે કોવેક્સિન પણ રાજકોટને અપાઈ છે અને તે આપવાનું શરૂ કરાયું છે. રાજકોટના સેન્ટ્રલ વેક્સિન સ્ટોરમાં તબક્કાવાર રસીઓ મોકલાઈ રહી છે અને અત્યાર સુધીમાં કોવિશિલ્ડના 2.18 લાખ ડોઝ આવી ચૂક્યા છે. છેલ્લે 49000નો ડોઝ મંગળવારે રાત્રે મોકલાયો હતો.

55000 ડોઝનો જથ્થો રાજકોટમાં આવ્યો
આ ઉપરાંત હવે કોવેક્સિનનો 55000 ડોઝનો જથ્થો રાજકોટમાં આવ્યો છે. જોકે જે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય તે જ વેક્સિનનો બીજો ડોઝ લેવાનો રહે છે કારણ કે, બંનેના પ્રકાર અલગ અલગ હોય છે. આ કારણે વેક્સિનેશનમાં નક્કી કરાયું છે કે હેલ્થ વર્કર અને અમુક વિભાગના ફ્રન્ટલાઈન વોરિયર્સને કોવિશિલ્ડ અપાશે, જ્યારે શિક્ષકો, રેલવે સહિતને કોવેક્સિન અપાશે. આ માટે જથ્થાની ફાળવણી પણ કરી દેવાઈ છે જેને સૌરાષ્ટ્રના અલગ અલગ કેન્દ્રો પર મોકલાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો