તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં બપોર સુધીમાં 17 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી શહેરમાં કુલ કેસની સંખ્યા 15,534 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 102 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે મંગળવારે 25 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે અત્યાર સુધીમાં 146 લોકોના કોરોનાથી મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે.ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ સ્થળોએ 590 આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના સામેની વેક્સિન આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરમાં 18,598 અને જિલ્લામાં 12,746નું રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજકોટમાં 12 હેલ્થ સેન્ટર પર રસીકરણની કામગીરી
રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લામાં 11 તાલુકાઓના 12 હેલ્થ સેન્ટર ખાતે રસીકરણના બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન તેમજ આરોગ્ય કર્મીઓને કોરાના રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 9 ફેબ્રુઆરીના રોજ રાજકોટ શહેરમાં 260 ફ્રન્ટલાઈન વર્કર્સ તેમજ 330 હેલ્થ વર્કર્સ મળી કુલ 590 તેમજ જિલ્લામાં 1117 ફ્રન્ટલાઈન વર્કર્સ અને 630 હેલ્થવર્કર્સ મળીને કુલ 1747 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં 9211 ફ્રન્ટલાઈન વર્કર્સ અને 9387 હેલ્થ વર્કર્સ તેમજ જિલ્લામાં 4784 ફ્રન્ટલાઈન વર્કર્સ અને 7962 હેલ્થ વર્કર્સને રસીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો
રાજકોટ જિલ્લામાં કેસની સંખ્યા ઘટી રહી છે પણ હજુ ક્યારેક મૃતાંક વધી જાય છે. રાજકોટ સહિત જિલ્લામાં કુલ કેસની સંખ્યા 22300ને પાર પહોંચી ગઈ છે. 2464 કરતા વધુ કોવિડ બેડ ખાલી છે. 590 બેડની ક્ષમતા ધરાવતી સિવિલ કોવિડ હોસ્પિટલમાં માત્ર 31 જ દર્દી દાખલ હોવાનું નોંધાયું છે.
આગામી સપ્તાહથી બીજો ડોઝ આપવા પર ધ્યાન દેવાશે
ત્યાકે ચૂંટણી સમયે ફરીથી કોરોના માથું ન ઊંચકે તેવી તંત્રને ચિંતા સતાવી રહી છે. બીજી તરફ કોરોનાની વેક્સિનના પ્રથમ ડોઝને હવે 20 દિવસ વીતી ગયા છે અને 28મા દિવસ સુધીમાં બીજો ડોઝ પણ આપવો જરૂરી છે તેથી હવે આગામી સપ્તાહથી નવા લોકોને વેક્સિન આપવા કરતા બીજો ડોઝ આપવા પર વધારે ધ્યાન દેવાશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.