તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં બપોર સુધીમાં 6 કેસ પોઝિટિવ, કુલ કેસની સંખ્યા 15,494 પર પહોંચી, 98 દર્દી સારવાર હેઠળ

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાંથી સોમવારે 34 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોર સુધીમાં 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 15394 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 98 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે સોમવારે 34 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે અત્યાર સુધીમાં 146 લોકોના કોરોનાથી મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે.

રાજકોટ જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો
રાજકોટ જિલ્લામાં કેસની સંખ્યા ઘટી રહી છે પણ હજુ ક્યારેક મૃતાંક વધી જાય છે. રાજકોટ શહેરમાં સોમવારે 33 અને ગ્રામ્ય વિસ્તારમાં 9 સહિત જિલ્લામાં સોમવારે નવા 42 કેસ આવ્યા હતા. આ સાથે કુલ કેસની સંખ્યા 22348 થઈ છે. શહેરના 98 અને 75 સહિત કુલ 173 એક્ટિવ કેસ છે જેમાંથી મોટાભાગના હોમ આઈસોલેશનમાં છે. 2464 કરતા વધુ કોવિડ બેડ ખાલી છે. 590 બેડની ક્ષમતા ધરાવતી સિવિલ કોવિડ હોસ્પિટલમાં માત્ર 31 જ દર્દી દાખલ હોવાનું નોંધાયું છે.

શહેરમાં વધુ 671 લોકોને અપાઈ રસી
મનપા હાલ હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવાની કાર્યવાહી કરી રહી છે જેમાં સોમવારે 671 લાભાર્થીઓને રસી અપાઈ ચૂકી છે. આગામી દિવસોમાં વધુમાં વધુને રસી આપીને 28000 કોરોના વોરિયર્સને રસીથી સુરક્ષિત કરવા પ્રયત્ન ચાલી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો