તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં આજે નવા 33 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 15,488 પર પહોંચી

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાંથી આજે 34 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સાંજ સુધીમાં નવા 33 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 15488 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 98 દર્દી સારવાર હેઠળ છે. આજે 34 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે અત્યાર સુધીમાં 146 લોકોના કોરોનાથી મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે. જ્યારે આજે અલગ અલગ સ્થળોએ 671 આરોગ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન આપવામાં આવી છે.

રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યામાં નજીવો ઉછાળો
રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસ 30ની આસપાસ જ રહે છે જોકે રવિવારે તેમાં વધારો નોંધાયો છે. રવિવારે શહેરમાં 35 અને ગ્રામ્ય વિસ્તારમાં 7 સહિત 44 નવા પોઝિટિવ કેસ આવ્યા હતાં, જે સરેરાશ કરતા 5 વધુ છે. શહેરમાં કોરોનાના કેસની સંખ્યા ઘટવા લાગી હતી પણ ફરીથી નજીવો ઉછાળો જોવા મળ્યો છે.

આગામી સપ્તાહથી બીજો ડોઝ આપવા પર ધ્યાન દેવાશે
ત્યાકે ચૂંટણી સમયે ફરીથી કોરોના માથું ન ઊંચકે તેવી તંત્રને ચિંતા સતાવી રહી છે. બીજી તરફ કોરોનાની વેક્સિનના પ્રથમ ડોઝને હવે 20 દિવસ વીતી ગયા છે અને 28મા દિવસ સુધીમાં બીજો ડોઝ પણ આપવો જરૂરી છે તેથી હવે આગામી સપ્તાહથી નવા લોકોને વેક્સિન આપવા કરતા બીજો ડોઝ આપવા પર વધારે ધ્યાન દેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો