કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં આજે 29 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 15,420 પર પહોંચી, 521 આરોગ્ય કર્મીને વેક્સિન આપવામાં આવી

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાંથી આજે 38 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે નવા 29 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 24 કલાકમાં કોરોનાથી મોતની સંખ્યા શૂન્ય છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 15420 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 96 દર્દી સારવાર હેઠળ છે. આજે 38 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આજે 521 આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઇન વોરિયર્સને કોરોના વેક્સિન આપવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 22 હજારને પાર
રાજકોટમાં નવા કેસની સંખ્યા છેલ્લા 7 મહિનાના તળિયે પહોંચી છે. કેસની સંખ્યા ઘટવા ઉપરાંત ડિસ્ચાર્જ રેશિયો વધતા એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી છે. હાલ શહેર અને જિલ્લા સહિત 250 આસપાસ એક્ટિવ કેસ છે. રાજકોટ સહિત જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 22200ને પાર પહોંચી ગઈ છે.

કેસની સંખ્યા ઘટતાં સમરસ હોસ્ટેલનું કોવિડ કેર સેન્ટર બંધ કરાયું
રાજકોટમાં કોરોનાની સારવાર માટે સમરસ હોસ્ટેલ મહત્ત્વનું કેન્દ્ર બની હતી. ત્યાં પહેલા ક્વોરન્ટાઈન સેન્ટર બન્યું હતું અને ત્યારબાદ કોવિડ કેર સેન્ટર અને પછી ઓક્સિજન લાઈન નાખીને હેલ્થ સેન્ટર પણ બનાવાયું હતું અને એક સાથે 3 સેન્ટર થયા હતા. જ્યાં 6000થી વધુ દર્દીની સારવાર કરાઈ હતી. હાલ કેસની સંખ્યા ઘટતા કોવિડ કેર સેન્ટર પણ બંધ કરાયું હતું. છેલ્લા દિવસે સમરસમાં ફરજ બજાવનાર કર્મચારી અને કોરોના વોરિયર્સનું પ્રાંત અધિકારી શહેર-2 ચરણસિંહ ગોહિલે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન વતી સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...