કોરોના રાજકોટ LIVE:શહેરમાં 2 દિવસમાં ચાર ગણા કેસ ઘટ્યા, ચાર દિવસમાં 31 કેસ નોંધાયા, 37 દર્દી સારવાર હેઠળ

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • નવા કેસમાં દર્દીઓને ગંભીર અસર નહીં, કુલ કેસની સંખ્યા 63784 પર પહોંચી,

રાજકોટમાં ગુરૂવારે 12 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જોકે 2 દિવસ બાદ કેસ ઘટીને 3 થઈ જતા ચાર ગણો કેસમાં ઘટાડો નોંધાયો છે. ગઇકાલે શનિવારે શહેરમાં 3 કેસ નોંધાયા હતા. તેમજ 5 દર્દીને ડિસ્ચાર્જ અપાતા હવે સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા 37 થઈ ગઈ છે.

ગઈકાલે આ વિસ્તારમાં નોંધાયા 3 કેસ
શહેરમાં કોરોનાના 3 નવા કેસ નોંધાયા તેમાં વોર્ડ નં.11માં નવજ્યોત પાર્કમાં રહેતા વૃદ્ધનો સમાવેશ થાય છે. તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેમજ રસીના બે ડોઝ લીધેલા છે. જ્યારે આ જ વોર્ડના રોયલ પાર્ક વિસ્તારમાં રહેતા પ્રૌઢ પોઝિટિવ આવ્યા છે તેઓ તાજેતરમાં મુંબઈ જઇને પરત આવ્યા છે તેમજ બૂસ્ટર સહિત રસીના 3 ડોઝ તેમણે લઇ લીધા હોવાનું જણાવ્યું છે. જ્યારે એક 40 વર્ષીય મહિલાનો કેસ મોરબી રોડ પર આવેલા બાલાજી પાર્કમાં વોર્ડ નં.4માં નોંધાયો છે. રાજકોટ શહેરમાં આજે 5 દર્દીની તબીયતમાં સુધારો થતાં તે તમામને ડિસ્ચાર્જ કરાયા હતા આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 37 પર પહોંચી છે જ્યારે કુલ કેસનો આંક 63784 થયો છે.

ગુરૂવારે 12 કેસ નોંધાયા હતા
ગુરૂવારે શહેરમાં કોરોનાના એકસાથે 12 કેસ સામે આવ્યા હતા. જેમાંથી 5ની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે જ્યારે બે કેસ એવા છે જે અગાઉ પોઝિટિવ આવેલા દર્દીના સંપર્કમાં આવ્યા હોવાથી કોરોનાગ્રસ્ત થયા છે. જે 5ની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે તેમાં વોર્ડ નં.11માં પુનિતનગર વિસ્તારની 18 વર્ષની યુવતી દ્વારકાથી આવી છે. જ્યારે ગીતાનગર વોર્ડ નં. 14ના 54 વર્ષીય મહિલા નાથદ્વારાથી પરત આવ્યા હતા. મનહર પ્લોટ 26 વર્ષનો યુવાન અમદાવાદથી આવ્યો હતો.

ગુરૂવારે આ વિસ્તારમાં કેસ નોંધાયા હતા
ગુરૂવારે નોંધાયેલા કેસમાં બજરંગવાડીમાં 30 વર્ષીય યુવાન, એરપોર્ટ રોડ પર 69 વર્ષીય વૃદ્ધ, આલાપ ગ્રીન સિટી નજીક રહેતા 42 વર્ષીય મહિલા, હોટલ ફર્ન પાસે રહેતા 38 વર્ષીય યુવાન, ગીતાનગરમાં 53 વર્ષીય મહિલા, પુનિતનગરમાં 18 વર્ષીય યુવતી, જંક્શન પાસે 19 વર્ષીય યુવાન, સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં 23 વર્ષીય યુવાન, કુવાડવા રોડ પર 28 વર્ષીય યુવાન, મનહરપ્લોટમાં 26 વર્ષીય યુવાન, ગાંધીગ્રામમાં 23 વર્ષીય યુવાન અને કોઠારીયામાં 21 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

નવા કેસમાં દર્દીઓને ગંભીર અસર નહીં
નવા ટ્રેન્ડમાં પણ કોરોનાના દર્દીઓને કોઇ ગંભીર અસર થઇ નથી. જોકે એક દર્દી સામાન્ય લક્ષણ સાથે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયાનું જાણવા મળ્યું હતું. છતાં કોઇ દર્દીમાં નુકસાનકારક લક્ષણો હજુ દેખાતા નહીં હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા કેસોમાં ટ્રાવેલિંગ દરમિયાન અલગ અલગ જગ્યાઓના પ્રવાસી એકથી વધુ પોઈન્ટ પર એકઠા થાય છે, આથી તે દરમિયાન ચેપ ફેલાયો હોય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...