તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખતરાની ઘંટી:રાજકોટમાં કેસની સંખ્યા હજુ વધશે પછી સ્થિર થઈ ઘટાડો આવશે: જયંતિ રવિ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પત્રકાર પરિષદ પૂર્વે સચિવનું ટેમ્પરેચર 95 ડિગ્રી હતું. - Divya Bhaskar
પત્રકાર પરિષદ પૂર્વે સચિવનું ટેમ્પરેચર 95 ડિગ્રી હતું.
  • રાજ્યના આરોગ્ય સચિવે કહ્યું, અમદાવાદમાં જે રીતે કેસ આવ્યા અને પછી સ્થિર થયા તેવો ટ્રેન્ડ દિવાળી સુધી રાજકોટમાં જોવા મળશે
  • રાજ્યના આરોગ્ય સચિવે કહ્યું, અમદાવાદમાં જે રીતે કેસ આવ્યા અને પછી સ્થિર થયા તેવો ટ્રેન્ડ દિવાળી સુધી રાજકોટમાં જોવા મળશે

રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ શુક્રવારે રાજકોટ આવ્યા હતા જેમાં તેમણે રાજકોટમાં કેસ હજુ પણ વધશે અને ત્યારબાદ કેસ સ્થિર થઈને ફરીથી ઘટાડો આવશે અને આ જ મહામારીની ખાસિયત હોવાનું કહ્યું છે. તેમણે અમદાવાદનું ઉદાહરણ આપતા કહ્યું કે જે રીતે દોઢ માસ પહેલા સુધી અમદાવાદમાં કેસની સંખ્યા વધી ગઈ હતી અને હવે કાબૂમાં છે તેવું રાજકોટમાં થશે. તે રીતે જોતા રાજકોટમાં દિવાળી સુધી કોરોનાની અસર રહેવાની જ છે તેવો સ્પષ્ટ નિર્દેશ પણ આપ્યો છે.

પોઝિટિવિટી રેશિયો સહિતની માહિતી આપી
જ્યારે મોતના આંકની વાત આવી ત્યારે તેમણે રાજ્યમાં 3.9 ટકા રેશિયો હોવાનું કહ્યું હતું પણ તે ટકાવારીને બદલે કુલ મોતનો આંક આપો તેવું કહેતા જોવું પડશે તેમ કહી વાત ઉડાવી હતી. ટોસિલિઝૂમેબનો કેટલો સ્ટોક છે તે પ્રશ્નમાં પણ તેમણે જોઈને માહિતી આપશે તેમ કહી દીધું હતું. આ સિવાય રાજકોટમાં આંકડાકીય માહિતીમાં મૃત્યુદર, ટેસ્ટ પર મિલિયન, પોઝિટિવિટી રેશિયો સહિતની વિગતો આપી તંત્રની કામગીરીની વાહવાહી કરી હતી. તેમણે એક્ટિવ કેસ વિશે કહ્યું હતું કે રાજકોટમાં કુલ 990 એક્ટિવ કેસ છે જેમાંથી 30 ટકા હોમ આઈસોલેશન અને 20 ટકા કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે. હોમ આઈસોલેશનમાં સૌથી સારા પરિણામ મળે છે.

મહામારીનો ટ્રેન્ડ આરોગ્ય સચિવે આ રીતે સમજાવ્યો
પ્રથમ ફેઝ: આ ફેઝમાં કેસ આવવાની શરૂઆત થાય છે અને પછી કેસ એકદમથી વધવા લાગે છે.
બીજો ફેઝમ​​​​​​ : એકદમથી કેસની સંખ્યા અનેકગણી વધી જાય છે પછી એક તબક્કે રોજ આવતા કેસની સંખ્યા સ્થિર થાય છે.
ત્રીજો ફેઝ: દૈનિક નવા કેસની સંખ્યા સ્થિર થયા બાદ ધીરે ધીરે સંખ્યા ઘટવા લાગે છે અને પછી સમય જતા સાવ ઘટી જાય છે.

બચાવઃ હોસ્પિટલ પાસે ફાયરનાં સાધનો છે
આરોગ્ય સચિવને અમદાવાદની ઘટના બાદ હોસ્પિટલમાં એનઓસી મુદ્દે પૂછવામાં આવતા તેમણે મંજૂરી પ્રક્રિયામાં જે ટીમ આવી હતી તેમનો અને હોસ્પિટલનો બચાવ કરતા કહ્યું હતું કે રાજકોટમાં બધી કોવિડ હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટીના સાધનો છે ફક્ત એનઓસી લેવાની બાકી હતી જેની પ્રક્રિયા શરૂ થશે.

ટોસિલિઝુમેબ માટે HOPES થિયરી અપનાવાઈ, ઓક્સિજન માટે ઊંધા સૂવું
સચિવે જણાવ્યું હતું કે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવા માટે ઊંધા એટલે કે પેટ પથારીને અડે તે રીતે સૂવું જોઈએ. ટોસિલિઝૂમેબના ઉપયોગ માટે HOPES થિયરી જેમાં હાપારેલ ઓક્સિજન પ્રોન ઈલિમેનેટ એક્ઝર્શન અને સ્ટેરોઈડનો સમાવેશ થાય છે. સુવાની સ્થિતિ, ધીમા શ્વાસની ગતિ તેમજ સ્ટેરોઈડ વાપર્યાના 24થી 48 કલાક બાદ સ્થિતિ ન સુધરે તો ટોસિલિઝૂમેબ કે રેમડેસિવિર અપાય છે.

આ બાબતો સચિવે કહી

  • વેન્ટિલેટર પર મૃત્યુદર વધુ રહે છે, એચએફએનસી, એનબીઆરએમ જેવી વૈકલ્પિક પધ્ધતિઓ અપનાવાઈ રહી છે.
  • કોન્ટેક્ટ ટ્રેસિંગમાં જે પ્રતિ કેસ 5 થી 9 હતા તે હવે પ્રતિ કેસ 71 છે
  • ઈતિહાસ સોફ્ટવેરનું આરોગ્ય સેતુ સાથે લિંક અપ થતા સેટેલાઈટ પરથી પોઝિટિવ દર્દીઓ જ્યાં ગયા હોય તે લોકેશન મળે છે
  • રાજકોટમાં રોજના 8 પ્લાઝમા ડોનર મેળવવા પ્રયત્ન છે, મંજૂરી મળ્યે દરરોજ 4 દર્દીઓને ચઢાવાશે
  • લોકોને હવે આગ્રહ અને આદેશ અપાશે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત છે
  • રાજકોટમાં ટેસ્ટ પર મિલિયનનો દર 707 છે. ડબલ્યુએચઓની ગાઈડલાઈન કરતા 4 ગણો છે. 16000 રેપિડ કિટ રાજકોટને ફાળવાઈ છે.
  • હાલ 18 ટકા પોઝિટિવિટી રેશિયો છે જેને 10 ટકાએ લઈ જવાશે અને લક્ષ્યાંક 7 ટકા છે.
અન્ય સમાચારો પણ છે...