ધરપકડ:સિવિલમાંથી ચકમો આપીને નાસી છૂટેલો નામચીન શખ્સ ઝડપાયો

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીન કૌભાંડના ગુનામાં જેલમાં ધકેલાયો’તો, બે ગુનામાં ફરાર હતો

શહેરની સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તાને ચકમો આપીને નાસી છૂટેલા નામચીન રમેશ રાણાને પકડવામાં અંતે પોલીસને એક વર્ષે સફળતા મળી હતી. પડધરીના નાની અમરેલી ગામે રહેતો નામચીન રમેશ રાણા મકવાણા (ઉ.વ.44) રોણકી ગામના જમીન કૌભાંડમાં રાજકોટ જેલમાં ધકેલાયો હતો, જેલમાં રહેલા રમેશ રાણાની તબિયત લથડતાં તે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો અને તા.11 સપ્ટેમ્બર 2020ના પોલીસ જાપ્તાને ચકમો આપી સિવિલ હોસ્પિટલમાંથી નાસી ગયો હતો, અગાઉ હત્યા, ખૂનની કોશિશ, છેતરપિંડી, મારામારી, ધમકી આપવી સહિતના 11 ગુનામાં સંડોવાયેલા રમેશ રાણાને પકડી લેવા પોલીસે તત્કાલીન સમયે કેટલાક સ્થળોએ દરોડા પાડ્યા હતા પરંતુ તે હાથ આવ્યો નહતો.

એક વર્ષથી ફરાર રમેશ રાણા મકવાણા મક્કમ ચોકમાં હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ધાખડા સહિતની ટીમ દોડી જઇ રમેશ રાણાને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. પ્ર.નગર અને ક્રાઇમ બ્રાંચના અગાઉના ગુનામાં રમેશ રાણાની ધરપકડ બાકી હોય આગામી દિવસોમાં પોલીસ તે ગુનામાં તેની ધરપકડ કરશે.

અન્ય સમાચારો પણ છે...