ઉત્તરાયણની ભેટ:માધાપર ચોકડીએ નવું ST બસ સ્ટેન્ડ બનશે, 6800 ચો.મી. જમીન ફાળવી

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રોજની અંદાજે 300 ટ્રિપનું આવા-ગમન થશે

સૌરાષ્ટ્રના આર્થિક-સામાજિક-વ્યાપારિક અને ઔદ્યોગિક ગતિવિધિઓના મુખ્ય કેન્દ્ર સમાન રાજકોટને ઉત્તરાયણ પર્વે અનોખી ભેટ રૂપે માધાપર ચોકડી પાસે નવા બસ સ્ટેશનના નિર્માણની મંજૂરી આપી છે. ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની મળેલી કેબિનેટ બેઠકમાં આ માધાપર બસ મથકના નિર્માણ માટે ટોકન ભાવે 6800 ચો.મીટર જમીન ફાળવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કર્યો છે. આ નવું બસ સ્ટેશન સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, જૂનાગઢ અને પોરબંદર વગેરે જિલ્લાઓના લોકો-મુસાફરો માટે આશીર્વાદ રૂપ બનશે.

સમગ્ર રાજ્યમાં અમદાવાદ રાણીપ, ગીતામંદિર, વડોદરા, રાજકોટ, સુરત, મહેસાણા જેવા મહત્ત્વપૂર્ણ શહેરો-નગરોમાં આવા 7 બસ પોર્ટ કાર્યરત છે અને અન્ય 8 બસ પોર્ટનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. આવા બસપોર્ટમાં શોપિંગ મોલ, વિશાળ વેઇટિંગ હોલ, પેસેન્જર માટે લગેજ ટ્રોલી, બસના સમયપત્રક માટે એલ.ઇ.ડી, આરામદાયક બેઠક વ્યવસ્થા સહિતની પેસેન્જર એમિનિટીઝ ઉપલબ્ધ છે. હવે, રાજકોટ 150 ફૂટ રિંગ રોડ પર માધાપર ચોકડી ખાતે 6800 ચો.મીટર વિસ્તારમાં આ નવું બસ મથક નિર્માણ કરવા રાજ્ય સરકારે ટોકન ભાવે જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...