તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:નવા સોફ્ટવેરથી બિલ્ડરોને વ્યાજખાધમાંથી મુક્તિ મળશે

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 15 મીટર ઊંચાઈ સુધીના પ્લાનને મળશે ઓનલાઇન મંજૂરી
 • વર્કટાઇમમાં ઘટાડાની સાથે અરજીઓનો થશે જલ્દી નિકાલ

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બિલ્ડરોને પ્રોત્સાહન મળી રહે અને તેમના પ્રશ્નનો ત્વરિત નિકાલ આવે તે માટે 15 મીટર ઊંચાઈ સુધીના પ્લાનને ઓનલાઇન મંજૂરી મળી રહે તે માટે ઓડીપીએસ સોફ્ટવેરને લોન્ચ કર્યો છે. આ પગલાંથી મહાનગરોમાં 15 મીટર સુધીની ઊંચાઈવાળા લો-રાઈઝ અને રહેણાક મકાનોના પ્લાનને ઓનલાઇન મંજૂરી મળી રહેશે. બિલ્ડર જક્ષયભાઈ શાહે જણાવ્યું હતું કે, નવા સોફ્ટવેરથી બિલ્ડરોને ઘણો ફાયદો પહોંચશે, સાથોસાથ જે રોકાણ કરી બિલ્ડરો પોતાનો પ્રોજેક્ટ બજારમાં મુક્તા તે સમયે તેઓને અતિરેક 20 થી 25 ટકાની વ્યાજખાધ ઊભી થતી હતી જે હવે ભૂતકાળ બની રહેશે. નવા નિયમો થકી બધાને પૂરતો ફાયદો મળી રહેશે.

તેમના જણાવાયા મુજબ રિયલ એસ્ટેટ ક્ષેત્રે બિલ્ડરો ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ થકી અનેક સમસ્યાઓને નિવારી શકશે. 15 મીટર ઊંચાઈ સુધીના પ્લાન માટે ઓનલાઇનની સાથે ઓફલાઇન પદ્ધતિ મુજબ પણ મંજૂરી મેળવી શકાશે. આ પગલાં થકી માર્જિન, પાર્કિંગ, ફાયર સેફ્ટી સહિતના નિયમોનું પાલન કરવું પડશે.

લીગાલિટીની ક્વેરી ભૂતકાળ બનશે : સોનવાણી
15 મીટર ઊંચાઈ સુધીના પ્લાન માટે જે ઓનલાઇન મંજૂરી માટે રાજ્ય સરકાર દ્વારા સોફ્ટવેર બનાવવામાં આવ્યો છે તેનાથી બિલ્ડરોને ખૂબજ ફાયદો મળશે. પહેલા પણ આ પ્રકારનો સોફ્ટવેર બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેમાં ખોટી ક્વેરી ઊભી થતી હતી જેને પૂરી કરવામાં બિલ્ડરો અનેક અંશે નિષ્ફળ નિવડતા હતા, પરંતુ આ વખતે જે સોફ્ટવેર બનાવવામાં આવ્યો છે તેનાથી બિલ્ડરોને અનેક ઘણો ફાયદો પહોંચશે જેમાં બિલ્ડરો તેમનો પ્લાન ઝડપથી પાસ કરાવી શકશે અને લીગાલિટીની સમસ્યા પણ ઊભી નહીં થઈ શકે. અત્યાર સુધી વર્કપ્લાન પાસ કરાવવામાં ઘણો સમય લાગતો હતો જેમાં હવે ઘટાડો નોંધાશે. તેમ બિલ્ડર સર્વાનંદ સોનવાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો