તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંભાવના:વોર્ડ નં.4માં નવું આરોગ્ય કેન્દ્ર, રામનાથપરામાં ફુલ માર્કેટ બનશે

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્ટેન્ડિંગની છેલ્લી બેઠકમાં અપાશે મંજૂરી

રાજકોટ સહિત છ મહાનગરપાલિકાના કોર્પોરેટરોની મુદ્દત આગામી 14 ડિસેમ્બરે પૂર્ણ થઇ જશે. જેના પગલે રાજ્ય સરકાર મહાનગરપાલિકામાં વહીવટદારની નિમણૂક કરે તેવી સંભાવના છે. વહીવટદાર નિમણૂક થાય તે પહેલા રાજકોટ મનપામાં વિકાસ કામોને બહાલી આપવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મોકલવા કમિશ્નર વિભાગ તૈયારી કરી રહ્યું છે. વોર્ડ નં.4માં નવું આરોગ્ય કેન્દ્ર બનાવવા, રામનાથપરા ખાતે ફુલ માર્કેટ બનાવવા સહિતના વિકાસકામોને મંજૂર કરવા આગામી એક બે દિવસમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે.

રાજકોટ મહાનગરપાલિકાના વર્તમાન પદાધિકારીઓની મુદ્દત 14 ડિસેમ્બરે પૂર્ણ થઇ રહી છે. જેના પગલે રાજકોટ શહેરમાં જુદા જુદા વિકાસકામો કરવા માટે કમિશનર બ્રાંચ દરખાસ્ત તૈયાર કરી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલી રહ્યું છે. આગામી એકા‘દ બે દિવસમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવશે. આ બેઠક વર્તમાન પદાધિકારીઓની છેલ્લી બેઠક હશે.

પારેવડી ચોક ખાતે વર્ષોથી રોડ પર બેસના ફુલના વેપારીઓને ટ્રાફિક પ્રશ્ન હલ કરવા ત્યાથી ખસેડવા અગાઉ પ્રયાસ થયા હતા. પરંતુ હવે ફુલના વેપારીઓને નિશ્ચિત જગ્યા આપવા માટે મનપાએ નક્કી કર્યું છે. રામનાથપરા ખાતે ઢોર ડબ્બાની જગ્યાએ ફુલ માર્કેટ બનાવવાનુ મનપાએ નક્કી કર્યું છે અને આ અંગે દરખાસ્ત પણ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં.4માં નવું આરોગ્ય કેન્દ્ર બનાવવાનુ કામ આપવા માટે પણ સ્ટેન્ડિંગની મંજૂરી માટે મુકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો