તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વૃદ્ધનું મરણમૂડી સમાન મકાન ભાણેજોએ પચાવી ધમકી દીધી

રાજકોટ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બહેનની દીકરીઓએ ઘરને તાળાં મારી દીધા

શહેરના રેસકોર્સ રોડ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા અરવિંદભાઇ ન્યાલચંદભાઇ મહેતા નામના વૃદ્ધ વેપારીનું મરણમૂડી સમાન મકાન બે ભાણેજ અમિતા શૈલેષભાઇ પારેખ અને હીના દીપકભાઇ છનિયારાએ પચાવી પાડી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમનું એક મકાન વાણિયાવાડી-2માં આવેલું છે. જે 1967માં ખરીદ કર્યું હતું. બાદમાં પિતાના કહેવાથી મકાન રહેવા માટે બહેનને આપ્યું હતું. બહેન તેમના સંતાનો સાથે રહેતા હતા. બાદમાં બહેનની બે દીકરીના લગ્ન થઇ ગયા હતા. જ્યારે પુત્ર એકલો રહેતો હતો. જેનું મૃત્યુ થયા બાદ તેની અંતિમવિધિ આ મકાનમાં કરી હતી.

ભાણેજની તમામ ક્રિયા પૂરી થઇ ગયા બાદ ભાણેજ અમિતા અને હીનાએ મકાનને પોતાનું તાળું મારી જતા રહ્યાં હતા. પોતાના મકાનને ભાણેજોએ પોતાનું તાળું મારી દીધાની જાણ થતા તેમની પાસેથી મકાનની ચાવી મેળવવા માટે ફોન કર્યો હતો. ત્યારે ભાણેજોએ ફોન પર મકાનને હવે ભૂલી જજો, ચાવી આપવાની નથી. જલ્દીથી અમને દસ્તાવેજ કરી દો નહીં તો સારાવટ નહીં રહે તેવી ધમકી આપી હતી. અનેક વખત મકાનની ચાવી માટે ફોન કરતા બંને ભાણેજો ધમકી આપતા રહેતા હતા.

દરમિયાન પોતાના મરણમૂડી સમાન વાણિયાવાડીના મકાને જતા ત્યાં કોર્ટનું બોર્ડ લગાવી દીધું હતું. જેમા આ મકાન મિલનભાઇ મહેતાના કબજાનું છે કોઇએ અડચણ કરવી નહિ તેવું લખાણ લખેલું હતું. સગી બહેનની દીકરીઓએ જ પોતાનું મકાન પચાવી પાડ્યા બાદ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી દેતા હોય પોલીસ કમિશનરને અરજી કરી હતી. જે અરજીના આધારે ભક્તિનગર પોલીસને તપાસ સોંપતા પીઆઇ જે.ડી.ઝાલાએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગૃહકંકાશ બાદ મકાન પચાવી પાડવાના બનાવોને અટકાવવા અને ડામવા માટે પોલીસતંત્રે કાર્યવાહી કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો