દુષ્કર્મ:બદનામ કરવાની ધમકી આપી પાડોશીએ તરુણી પર તેના જ ઘરમાં અનેક વખત દુષ્કર્મ આચર્યું

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાડોશી શખ્સ ફરી આવતા ખરાબ કામ કરશેની બીકે માતાને બોલાવી ભાંડો ફોડ્યો

શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતી તરુણીને બદનામ કરવાની ધમકી આપી અનેક વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. તરુણીની માતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં જ રહેતા વિજય ઘુસા ડાંગરનું નામ જણાવ્યું છે. ફરિયાદ મુજબ, બે દીકરી, એક દીકરો પૈકી ધો.10માં અભ્યાસ કરતી 16 વર્ષીય પુત્રીએ શુક્રવારે મોટી દીકરીને ફોન કરી વિજય ડાંગર હેરાન કરતો હોવાનું જણાવ્યું હતું. જે અંગે મોટી દીકરીએ પોતાને જાણ કરતા પોતે ઘરે દોડી જઇ નાની પુત્રીની પૂછપરછ કરતા તેને કહ્યું કે, છ મહિના પહેલા હું સાઇકલ લઇને ઘરે પાછી આવતી હતી.

ત્યારે વિજયે પોતાને રોકી ચિઠ્ઠી આપી કહ્યું કે, આમા મારા નંબર છે, તું મને ફોન કરજે, નહિતર તારા મારા સાથેના સંબંધ છે તે બધાને કહી બદનામ કરી નાખવાની ધમકી આપી હતી. બાદમાં બપોરે પપ્પા સુતા હતા તે સમયે વિજય ઘરે આવી મને બળજબરીથી ઘરના ઉપરના રૂમમાં લઇ ગયો હતો. જ્યાં તેને ધમકી આપી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આવી રીતે વિજય સાતેક વખત ઘરે આવી એકલતાનો લાભ લઇ પોતાની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન ગત તા.10-9ના મેં વિજયને ફોન કરી હવે ઘરે ન આવવાનું કહેતા તેને ગાળો ભાંડી હતી.

બાદમાં બપોરે પપ્પા જમીને જતા રહ્યા પછી વિજય ઘરે આવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. વિજય અવારનવાર ધમકીઓ દેતો હોવાથી પોતે ગભરાઇ ગઇ હતી. દરમિયાન ગઇકાલે વિજય ઘર પાસે આવતા તે ફરી તે ખરાબ કામ કરશે તેવી બીક લાગતા પાડોશી મહિલાના મોબાઇલથી ફોન કરી મોટી બહેનને જાણ કરી હતી. આમ પાડોશી શખ્સે ધમકી આપી સાતથી વધુ વખત દુષ્કર્મ આચર્યાની પુત્રીએ વાત કરતા થોરાળા પોલીસ દોડી ગઇ હતી. પત્ની સાથે મનમેળ નહિ થતા છૂટાછેડા લઇ લેનાર વિજય ડાંગર સામે ફરિયાદ નોંધાવી છે. પીએસઆઇ એચ.આર.હેરભાએ તપાસ શરૂ કરી આરોપી વિજય ડાંગરની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...