તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પાડોશી દંપતીને રિવોલ્વર બતાવી ખૂનની ધમકી આપી

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના રૈયા ચોકડી પાસેના જેએમસીનગરમાં રહેતા વેપારી તથા તેના પત્નીને પાડોશીએ રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેએમસીનગર-2માં મહાવીરકૃપા નામના મકાનમાં રહેતા વેપારી દિવ્યેશભાઇ મહાવીરચંદ્ર દેસાઇ (ઉ.વ.44)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નજીકના રિદ્ધિ સિદ્ધિ પાર્કમાં રહેતા મનોજ વિક્રમ ઓડેદરાનું નામ આપ્યું હતું.

દિવ્યેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે દિવસ પૂર્વે મનોજ ઓડેદરા સાથે બોલાચાલી થઇ હતી તે બાબતનો ખાર રાખી મનોજ બુધવારે ગાળો ભાંડવા લાગ્યો હતો અને ગાળો દેવાની ના કહેતા પોતાની પાસે રહેલી લાઇસન્સ વાળી રિવોલ્વર દિવ્યેશભાઇ અને તેના પત્નીને બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આર્મ્સ એક્ટ અને ધમકી આપવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી મનોજ ઓડેદરાની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...