• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The National President Of BJP Youth Front In Rajkot Said Youth Did Not Give 1 Inch Space To Revdi Bevdi Politics In The Holy Land Of Gujarat.

કેજરીવાલ પર પ્રહાર:રાજકોટમાં ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું- ગુજરાતની પુણ્ય ધરતીમાં રેવડી-બેવડી પોલિટિક્સને યુવાનોએ 1 ઇંચ જગ્યા આપી નથી

રાજકોટ24 દિવસ પહેલા
ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂર્યા તેજસ્વી રાજકોટમાં.

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી તેમ રાજકીય પાર્ટીઓના નેતાઓના આંટાફેરા રાજકોટ વધી રહ્યા છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સુર્યા રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા છે. રાજકોટ એરપોર્ટ આવતા જ શહેર ભાજપ દ્વારા તેનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે કે, 30 ટકા જીડીપી મેળવી છે. સાથોસાથ એ પણ બતાવવા માગુ છું કે ગુજરાતના યુવાનો એ પણ નક્કી કરી ચૂક્યા છે કે, 20 વર્ષથી ગુજરાતમાં વિકાસ યાત્રા નીકળી પડી છે. આ વિકાસયાત્રાને ઝડપી બનાવવાનું વચન લઇ લીધું છે. ગુજરાતની આ પુણ્ય ધરતીમાં રેવડી પોલિટિક્સ અને બેવડી પોલિટિક્સ આ બન્નેને એક ઇંચ જગ્યા યુવાનો આપતા નથી.

અરવિંદ કેજરીવાલ પર કર્યા આકરા પ્રહારો
સૂર્યા તેજસ્વીએ વધુમાં જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલનું જે રાજકારણ છે કે, દેશના સૌથી મોટા યુટર્નવાળા જે નેતા છે તે અરવિંદ કેજરીવાલ છે. તેનું રાજકારણ પણ ઓડ ઇવન જેવું જ ચાલે છે. કેજરીવાલ જે નિવેદનો આપે છે તે ગુજરાતના અને દેશના યુવાનો ગંભીરતાથી લેતા નથી. તેનો જે ટ્રેક રેકોર્ડ છે તેના વિરૂદ્ધમાં દિલ્હીમાં રોજ ભાજપ લોકોને જાગૃત કરે છે. ગુજરાત જેવા રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સરકારનું ચોખ્ખુ રાજકારણ જોવા મળી રહ્યું છે.

ઢોલ-નગારા સાથે સૂર્યા તેજસ્વીનું સ્વાગત કરવામાં આવ્યું.
ઢોલ-નગારા સાથે સૂર્યા તેજસ્વીનું સ્વાગત કરવામાં આવ્યું.

મોદીના નેતૃત્વમાં ભારતમાં મોંઘવારી ઘણા અંશે કંટ્રોલમાં
સૂર્યા તેજસ્વીએ વધુમાં જણાવ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધને લઈને ભારત સહિત વિકાસશીલ દેશોમાં અસર થઈ છે. પરંતુ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં મોંઘવારી ઘણા અંશે કંટ્રોલમાં છે. અમેરિકા, યુકે સહિતના દેશોમાં જે રીતે મોંઘવારી વધી રહી છે. તેની તુલનાએ ભારતમાં મોંઘવારી બહુ જ ઓછી છે. જેની પાછળનું કારણ સરકારે સફળ રીતે કામ કર્યું છે. લોકો બધા જાણે છે અને મોદી પર પૂર્ણ વિશ્વાસ રાખે છે. સોમનાથ મહાદેવની ધરતી સૌરાષ્ટ્રમાં મને આવવાનો મોકો મળ્યો છે. સૌરાષ્ટ્ર ભાજપ માટે અને વિશેષ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. અહીંના વિકાસ માટે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રના જે શહેરો છે જેમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગરનો વિકાસ પણ મોદીના નેતૃત્વમાં થયો છે.

એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી યુવાનોએ રેલી યોજી.
એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી યુવાનોએ રેલી યોજી.

એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી બાઇક રેલી યોજાઇ
એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી યોજવામાં આવેલી રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના યુવા મોરચાના કાર્યકરો જોડાયા હતા. જેમાં બધાના હાથમાં ભાજપનો ફ્લેગ જોવા મળ્યો હતો. તેમજ યુવા કાર્યકરોએ માથા પર ભાજપની ટોપી પણ પહેરી હતી. 10.30થી 12.30 વાગ્યા સુધી અટલ બિહારી વાજપાયી ઓડિટોરિયમ હોલ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતિમાં ગુજરાત ભાજપ યુવા મોચરાની બેઠક યોજાશે. બાદમાં સાંજના 4થી 6 વાગ્યા સુધી અમરેલીમાં કાર્યકર્તાઓ સાથે સંબોધન કરશે.

રેલીમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકરો જોડાયા.
રેલીમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકરો જોડાયા.