પ્રસિધ્ધ:યાર્ડમાં ચૂંટાયેલા ડિરેક્ટર્સના નામ ગેઝેટમાં પ્રસિધ્ધ થયા

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડ મિટિંગની તા. જાહેર કરાશે, ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી હવે ટૂંક સમયમાં જાહેર થશે

યાર્ડની ચૂંટણીમાં ચૂંટાયેલા ઉમેદવારના નામ ગેઝેટમાં પ્રસિધ્ધ થઇ ચૂકયા છે. યાર્ડના ચેરમેન- વાઈસ ચેરમેન માટે હવે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. સત્તાસ્થાને કોણ આવે છે તે તરફ સૌ કોઈની મીટ મંડાઈ છે. જો કે હવે આ ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થશે. આગામી એક સપ્તાહ સુધીમાં બોર્ડ મિટિંગ જાહેર કરવામાં આવશે. જ્યારે ચૂંટણી અધિકારી તરીકે જામનગર જિલ્લાના રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવી છે.

હાલમાં ચેરમેન તરીકે ત્રણ ઉમેદવારના નામ આગળ છે જેમાં જીતુભાઇ સખિયા, પરસોતમભાઈ સાવલિયા અને જયેશભાઈ બોઘરાનો સમાવેશ થાય છે.30 નવેમ્બર સુધીમાં ચૂંટણી જાહેર થઇ જાય તેવી સંભાવના છે. ચૂંટણી વખતે ઉમેદવારના નામ છેલ્લી ઘડીએ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે ચેરમેન- વાઈસ ચેરમેનના નામ પણ છેલ્લી જ ઘડીએ જાહેર થશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે. નામોની પસંદગી પણ મોવડી મંડળથી નક્કી કરે તેવી સંભાવના વર્તાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...