આજે રા.લો. સંઘની બેઠક:નવા ઇન્ચાર્જ ડિરેક્ટરના નામને હજુ પણ મંજૂરી નહિ

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે બે ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે

આર.ડી.સી. બેન્કમાં ભરતી-વહીવટને લઈને સહકારી જગતનું રાજકારણ ગરમાયું છે. રાજકોટ-લોધિકા સંઘના પૂર્વ ચેરમેન, યાર્ડના વર્તમાન ડિરેક્ટર અને પૂર્વ વાઇસ ચેરમેન સહિતના ભાજપના આગેવાનો આ અંગે કોર્ટમાં પહોંચ્યા છે. જેની સુનાવણી 26 જુલાઈના રોજ રાખવામાં આવી હતી, પરંતુ બેન્ક દ્વારા મુદત માગવામાં આવતા સુનાવણી માટે ત્રીજી મુદત પડી છે. 2 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. જોકે લોધિકા સંઘની આજે બોર્ડ બેઠક છે. જોકે બેન્કે ઈન્ચાર્જમાં મુકેલા ડિરેક્ટરના નામને હજુ મંજૂરી મળી નથી.

આ અંગે સૂત્રોમાંથી મળતી વિગત મુજબ મહેશ આસોદરિયાની બેન્કના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ તેનું નામ ક્રિકેટ સટ્ટામાં ખૂલતા તેને આ પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. જેના સ્થાને બેન્ક મેનેજર લુણાગરિયાને ઈન્ચાર્જ ડિરેક્ટર તરીકે મુકવામાં આવ્યા હતા. જોકે આ નવા નામને હજુ સુધી મંજૂરી નહિ આપી હોવાનું લોધિકા સંઘના પૂર્વ ચેરમેન નીતિનભાઈ ઢાંકેચા જણાવે છે. વધુમાં સહકારી જગતમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, વિવાદમાં સમાધાન થાય તે માટે આગેવાનો દ્વારા ભલામણ માટેના પ્રયાસો થઇ રહ્યા છે, પરંતુ હજુ સુધી આ માટે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે આ પ્રકરણમાં હવે સમાધાન થાય છે કે કેમ તે તરફ સૌ કોઇની મીટ મંડાઈ છે.

અન્ય સમાચારો પણ છે...