તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ભગવતીપરા રેલવે પુલ નીચેથી પ્રૌઢની નગ્ન હાલતમાં લાશ મળી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દારૂનો નશો કર્યા બાદ પુલ ઉપરથી નીચે ખાબક્યો હોવાનું તારણ

શહેરના ભગવતીપરા પાસે આવેલા જૂના રેલવે બ્રિજ નીચે એક નગ્ન હાલતમાં પ્રૌઢનો મૃતદેહ પડ્યો હોવાની સોમવારે સવારે સાડા છ વાગ્યે 108 અને બી ડિવિઝન પોલીસને જાણ થઇ હતી. જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ. એચ.જે.જોગડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. 108ની ટીમની તપાસમાં પ્રૌઢનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. પોલીસને પુલ નીચેથી ઇજાગ્રસ્ત પ્રૌઢનો નગ્ન હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.

તપાસમાં શ્રમિક જેવા જણાતા મૃતક પ્રૌઢના પેન્ટ, શર્ટ અને ચપ્પલ પુલ ઉપરથી મળી આવ્યા હતા. તપાસનીશ અધિકારીનાં જણાવ્યા મુજબ, જે સ્થળે બનાવ બન્યો છે તે અવાવરું હોવાને કારણે રાત્રીના અસામાજિક તત્ત્વો દારૂ પીતા હોય મૃતક પુલ ઉપર દારૂ પીધા બાદ નશામાં પુલ નીચે ખાબક્યો હોવાનું પ્રાથમિક તારણ છે.

પુલ નીચે મોટા મોટા પથ્થરો હોવાને કારણે મૃતકનું માથામાં ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તેમ છતાં બનાવનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. મૃતક પ્રૌઢ મુસ્લિમ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. મૃતકની ઓળખ મેળવવા આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...