સરવે:મનપાએ દબાણમાં ચાલતી શાળા શોધવાનું કામ શરૂ કર્યું

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારથી વેકેશન ખૂલતાં જ તમામ શાળાઓમાં સરવે થશે

રાજકોટ શહેરમાં કેટલી શાળાઓ બાંધકામ મંજૂરી વગરના મકાનમાં તેમજ કેટલી શાળાઓ ગેરકાયદે સૂચિત અને સરકારી ખરાબામાં બની છે તેનો આંક અપાયો હતો જે 90 કરતા વધુ થાય છે પણ આ કઈ શાળાઓ છે તેના નામ જાહેર કરાયા હતા તેમાં પૂરા સરવેનું બહાનું કાઢ્યું હતું. સરવે શરૂ થતાં જ શાળા સંચાલકોએ એક જૂટ થઈને કાર્યવાહી મોડી કરવા માટે વેકેશનનું બહાનું કાઢ્યું હતું તે સમય પણ હવે પૂરો થયો છે.

ટી.પી. શાખાના સૂત્રો જણાવે છે કે સરવે શરૂ થયો અને નોટિસ ફટકારાઈ ત્યારે જે જે શાળાઓ શંકાસ્પદ રીતે મંજૂરી વગર ચાલતી હતી તેને સીલ કરવાની કાર્યવાહી કરવા ફાઈલ તૈયાર કરી કમિશનરને સોંપવાની હતી. આ કામગીરી વેકેશનમાં જ પૂરી થઈ જાય તો વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ થાય તે પહેલા જ સીલ અને દંડની કાર્યવાહી થઈ શકે પણ તે પહેલા જ શિક્ષણ માફિયાઓએ વેકેશનનું બહાનું કાઢ્યું હતું કે સ્ટાફ ન હોવાથી વિગતો આપી શકાશે નહીં.

હકીકતે તેમને સમય જોઈતો હતો કારણ કે દરેક શાળામાં એડમિશન સહિતની કામગીરી માટે તમામ વહીવટી સ્ટાફને સૌથી વધુ વેકેશનમાં જ કામગીરી માટે બોલાવાય છે. આમ છતાં બહાનું કાઢી દેવાયું હતું કારણ કે શાળા ચાલુ થઈ જાય તો સીલ જેવી કાર્યવાહીથી બચવા માટે બાળકોના શિક્ષણનું કહી બચી શકાય. હવે વેકેશન પૂરું થયું છે અને સોમવારથી શાળાઓ ખૂલી જશે તેથી હવે દરેક શાળાઓ પાસે વિગતો લઈ જે જે શાળા મંજૂરી વગર કે સરકારી ખરાબામાં છે તેને નોટિસ આપવાનું ચાલુ થશે.

અન્ય સમાચારો પણ છે...