તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છાપરે ચડીને પાપ પોકાર્યું:રાજકોટમાં નવજાત બાળકીની માતા મળી, સગીરાએ બાળકીને જન્મ આપ્યો, સગીરાનાં માતા-પિતાએ અવાવરૂ સ્થળે ડિલિવરી કરાવી તેને તરછોડી

રાજકોટએક મહિનો પહેલા
પોલીસે સગીરાનાં માતા-પિતાની ધરપકડ કરી.
  • પોલીસે કુંવારી માતા અને તેનાં માતા-પિતાની કરી ધરપકડ

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નાના ખીજડિયા ગામે નવજાત બાળકી અવાવરૂ જગ્યા પરથી મળવા મામલે ચોંકાવનારી હકીકત સામે આવી છે, જેમાં બાળકીને જન્મ આપનારી તેની માતા સગીર વયની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે બાળકીને જન્મ આપનારી તેની સગીર વયની માતા તેમજ તેનાં માતા-પિતાની ધરપકડ કરી તેને ગર્ભ રાખનાર શખસની શોધખોળ હાથ ધરી છે.

સગીર વયની માતા અને તેનાં માતા-પિતાની ધરપકડ કરી
રાજકોટ ગ્રામ્ય પોલીસવડા બલરામ મીણાના જણાવ્યા મુજબ, પડધરીના નાના ખીજડિયા ગામ ખાતેથી મળી આવેલી નવજાત બાળકી અંગે ફરિયાદ નોંધી પોલીસ-તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં કેટલીક હકીકત સામે આવી છે અને એના આધારે બાળકીને જન્મ આપનારી તેની સગીર વયની માતા અને તેનાં માતા-પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બાળકી પર ધૂળ નાખી ઢાંકી દેવામાં આવી હતી, 108 દ્વારા સ્થળ પર સારવાર અપાઈ હતી.
બાળકી પર ધૂળ નાખી ઢાંકી દેવામાં આવી હતી, 108 દ્વારા સ્થળ પર સારવાર અપાઈ હતી.

સમાજમાં મુશ્કેલી ન થાય એ માટે બાળકીને ત્યજી દીધી
પોલીસ-તપાસમાં નવજાત બાળકીને જન્મ આપનારી સગીરા ખામટા ગામની ખેતમજૂરી કરતા પરિવારની તરુણી હોવાનું સામે આવ્યું હતું અને તેણે બાળકીને જન્મ આપતાં આવનારા દિવસોમાં લગ્ન કરાવવામાં સમાજમાં મુશ્કેલી ન થાય એ માટે માતા-પિતાએ સાથે મળી તેને ત્યજી દેવા નિર્ણય કર્યો હોવાની કબૂલાત માતા-પિતા દ્વારા પોલીસ સમક્ષ આપવામાં આવી છે.

મહિલાના લોહીવાળી ફૂટપ્રિન્ટ મળી આવી
પડધરી તાલુકાના ખીજડિયા ગામ પાસે નવજાત બાળકી મળી હતી. આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરતાં જાણવા મળ્યું હતું કે જ્યાંથી બાળકી મળી આવી તેની 100 મીટરના અંદર જ તેની ડિલિવરી થઈ હોવાના પુરાવા મળી આવ્યા હતા તેમજ મહિલાના લોહીવાળી ફૂટપ્રિન્ટ પણ રસ્તા પરથી મળી હતી. બાળકીને કપડામાં વીંટીને ત્યજી દીધા બાદ ત્યાંથી જ મહિલા પાછી ફરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. આ નવજાત બાળકીના DNA સેમ્પલ અને રોડ પરથી મળી આવેલાં લોહીનાં સેમ્પલને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યાં હતાં. ફોરેન્સિક રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે આ બાળકીનો જન્મ રાતના ત્રણ વાગ્યા આસપાસ રોડ પર જ થયો હતો.

રાજકોટ ગ્રામ્ય પોલીસવડા બલરામ મીણા.
રાજકોટ ગ્રામ્ય પોલીસવડા બલરામ મીણા.

વાડીના માલિક દ્વારા બાળકીનો બચાવ કરવામાં આવ્યો
પડધરી પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં સ્થાનિક આંગણવાડી વર્કર તથા મોબાઇલ ટાવર ડમ્પ દ્વારા આ મામલાની વિગતે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જે વાડીના માલિક દ્વારા બાળકીનો બચાવ કરવમાં આવ્યો હતો તેણે ફરિયાદી બનાવવામાં આવ્યો હતો. નવજાત બાળકી મળતાંની સાથે જ તરત સ્થાનિક પોલીસે જીવિત બાળકીને 108 એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને હાલ બાળકીની હાલત સ્વસ્થ હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...