તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

લોકાર્પણ:મોબાઇલ પશુ દવાખાનાનું આજે લોકાર્પણ કરવામાં આવશે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારે રાજ્યના ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવાર મળી રહે તે માટે મોબાઇલ પશુ દવાખાનાની સુવિધા ગાંધીનગરથી ઉપલબ્ધ કરાવી છે. વર્ષ 2020-2021 થી 10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની યોજનાનું અમલીકરણ થનાર છે.

સમગ્ર રાજ્યમાં કુલ 108 પૈકી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ અને ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે એક મોબાઇલ પશુ દવાખાનાની ફાળવણી કરવામાં આવી છે જેનું લોકાર્પણ પશુપાલન મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે 25 જૂને સવારે 10 કલાકે જિલ્લા પંચાયત ચોક, જિલ્લા પંચાયત, રાજકોટ કરવામાં આવશે. આગામી દિવસોમાં રાજકોટ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મોબાઇલ પશુ દવાખાનાની સુવિધા મળશે. રાજકોટ જિલ્લામાં 80 હજારથી વધુ પશુપાલકોને લાભ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો