તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્દાફાશ:હોટેલમાંથી મળેલી સગીર બાળાને પરપ્રાંતીય લગ્નના નામે લાવ્યો હતો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંતોષ તેની પ્રેમિકાને વેચી નાખવાનો હોવાની પોલીસને શંકા
  • હોટેલ માલિક અને દારૂની બોટલ લાવનાર શખ્સની ધરપકડ

શહેરના સદર વિસ્તારમાં આવેલી હોટેલમાં બે મહિનાથી રહેતી પરપ્રાંતીય સગીરાને પોલીસે મુક્ત કરાવ્યા બાદ હોટેલમાં ચાલતા કુટણખાનાનો પણ પર્દાફાશ કર્યો હતો. હોટેલમાંથી મળેલી સગીરાને અલીગઢનો શખ્સ સંતોષ પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચે લાવ્યો હતો અને સગીરાને વેચવાના કારસામાં હોવાની પોલીસને શંકા છે. કુટણખાનું ઝડપાતા પોલીસે હોટેલ માલિક સામે કાર્યવાહી કરી હતી તેમજ હોટેલમાં દારૂની બોટલ લાવનારની પણ ધરપકડ કરવામાં આવી હતી.

હોટેલ પાર્ક ઇનમાં એક સગીરાને વેચવાના ઇરાદે બે મહિનાથી ગોંધી રાખવામાં આવ્યાની મુંબઇની એનજીઓએ શંકા વ્યકત કરતા મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ પટેલ સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે હોટેલના એક રૂમમાંથી 17 વર્ષની સગીરાનો કબ્જો મેળવ્યો હતો તેમજ બીજા રૂમમાં ચાલતા કુટણખાનાનો પણ પર્દાફાશ થયો હતો. રામનગરનો પ્રભુદાસ ઉર્ફે દાસ ચંદુ કક્કડ અ્ને વડોદરાની જયશ્રી મનવીર ઉર્ફે મુન્ના વજુ ચાવડા યુવતી પાસે લોહીનો વેપાર કરાવતા હતા, અને હોટેલમાં કુટણખાનું ચાલતુ હોવા છતાં તે વાત છુપાવનાર હોટેલના મેનેજર મેહુલ બેચર ચોટલિયા સામે પોલીસે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી.

હોટેલમાંથી મળી આવેલી સગીરાને અલીગઢનો સંતોષ નામનો શખ્સ રાજકોટ લઇ આવ્યો હતો. સગીરાએ તેનું કાઉન્સેલીંગ કરનાર મહિલા ટીમ સમક્ષ પણ મોઢું ખોલ્યું નહોતું, સગીરાએ એવું રટણ કર્યું હતું કે, સંતોષને તે પ્રેમ કરેછે અને લગ્નના ઇરાદે બંને રાજકોટ આવ્યા હતા, રાજકોટમાં મકાન મળે નહી ત્યાં સુધી સંતોષે તેને હોટેલમાં રાખી હતી, જોકે પોલીસે દરોડો પાડ્યો તેના ચાર દિવસ પહેલા જ સંતોષ મથુરા જવા નીકળી ગયો હોય પોલીસને હાથ આવ્યો નહોતો.

સગીરા પણ સાચી વાત છુપાવી રહ્યાનું તેમજ સંતોષ સગીરાને વેંચવાના ઇરાદે લાવ્યાની શંકા સેવાઇ રહીછે. સગીરાનું નામ પણ હોટેલમાં સાચુ બતાવવામાં આવ્યું નહોતું અને તેનો ઓળખનો પુરાવો પણ ખોટો રજુ કરવામાં આવ્યો હતો. સંતોષ હાથ આવ્યા બાદ સાચી હકિકત પરથી પડદો ઉંચકાશે. બીજીબાજુ હોટેલના જે રૂમમાંથી કુટણખાનું પકડાયું તે રૂમમાંથી દારૂની બોટલ પણ મળી હતી અને તે દારૂ રેલનગરના છત્રપતિ શિવાજી ટાઉનશિપમાં રહેતો વિપુલ વસંત રાઠોડ લાવ્યાનું ખુલતા પ્ર.નગર પોલીસે વિપુલ રાઠોડની ધરપકડ કરી હતી તેમજ ગોરખધંધામાં હોટેલ માલિક હિમાશું કૃષ્ણકાંત મહેતાની પણ ભુમિકા બહાર આવતા પોલીસે તેની પણ અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...