તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શીતલહેર:રાજકોટમાં ન્યુનતમ તાપમાન 8.3 ડિગ્રી, બે દિવસ પછી ઠંડી ઘટશે

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
શહેરમાં નીકળેલા દંપતિએ પાલતું શ્વાનને પણ ગરમ કપડાં પહેરાવ્યા હતા. - Divya Bhaskar
શહેરમાં નીકળેલા દંપતિએ પાલતું શ્વાનને પણ ગરમ કપડાં પહેરાવ્યા હતા.
 • કોલ્ડવેવની અસરને કારણે શીતલહેરથી જનજીવન ઠીંગરાયું
 • મહત્તમ તાપમાન 25 સુધી જ રહ્યું, સાંજ ઢળતાં પારો 20ની નીચે

રાજકોટમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ છે તેને કારણે તાપમાનમાં ઘટાડો આવ્યો છે. સોમવારે ન્યુનતમ તાપમાન 8.5 ડિગ્રી સેલ્શિયસ હતું જેમાં મંગળવારે વધુ ઘટાડો આવી 8.3 થયું હતું, જ્યારે મહત્તમ તાપમાન પણ 25.3 ડિગ્રી સેલ્શિયસ રહ્યું હતું. સાંજ ઢળતાં જ તાપમાનમાં ઘટાડો આવવાનું શરૂ થયું હતું અને પારો 17 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. હવાની ગતિ પણ 15થી 20 કિ.મી. પ્રતિ કલાકની રહેતા આખો દિવસ ઠાર અનુભવાયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શીતલહેરની શરૂઆત થઈ છે અને મંગળવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં શીતલહેર તેની પરાકાષ્ઠાએ પહોંચી હતી ભારે ઠંડી પડી રહી છે. આગામી બે દિવસ સુધી તાપમાન નીચું જ રહેશે અને પછી વધારો આવશે. 1 જાન્યુઆરી બાદથી ન્યુનતમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થતા 11 ડિગ્રીએ પહોંચશે, જ્યારે મહત્તમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો