તાપમાન:ઠંડીનો પારો 2 ડિગ્રી ઘટતા લઘુતમ તાપમાન 15.3 થયું, આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભેજનું પ્રમાણ યથાવત રહ્યું, મહત્તમ તાપમાન 25.2 ડિગ્રીએ પહોંચ્યું

રાજકોટમાં શુક્રવારે સવારે ફરી વાદળો છવાયા હતા. અમુક વિસ્તારોમાં ઝાપટાં પડયા હતા. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેતા દિવસભર ઠંડી રહી હતી. જો કે લઘુતમ તાપમાન પણ 2.00 ડિગ્રી નીચે જતા 15.2 ડિગ્રી થયું હતું. જો કે હવામાં ભેજનું પ્રમાણ યથાવત રહેતા સવારના ભાગે ધુમ્મસ રહી હતી. મહતમ તાપમાન 1 ડિગ્રી ઊંચુ જતા મહતમ તાપમાન 25.00 ડિગ્રીએ પહોંચ્યું હતુ. આ અંગે હવામાન ખાતાના જણાવ્યાનુસાર એક વેસ્ટર્ન ડિસ્ટબન્સ પૂરું થયા બાદ બીજુ શરૂ થયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હજુ એક- બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.

તેમજ સવારના ભાગે ધુમ્મસ પણ જોવા મળશે. 6 જાન્યુઆરીથી જમ્મુ કશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શરૂ થયું છે.જેની અસર આજે પણ રહેશે. શુક્રવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ અને ઠંડક રહેતા લોકોએ ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોનો સહારો લીધો હતો. વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી હતી. સતત બીજા દિવસે પણ યાર્ડમાં જણસીની આવક ઓછી રહી હતી. મગફળીની આવક બંધ રાખવી પડી હતી. સવારે લઘુતમ તાપમાન 15.3 ડિગ્રી રહ્યો હતો. રવિવારથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...