કામગીરી:જેની હત્યા થઇ’તી તે આધેડ સામે નશો કર્યાનો ગુનો નોંધાયો, એફએસએલ રિપોર્ટ બાદ પોલીસની કાર્યવાહી

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૈત્રીકરારથી રહેતો તે મહિલાએ જ હત્યા કરી હતી

શહેરના કોઠારિયા રોડ પરના મારુતિનગરમાં રહેતા આધેડને એક મહિના પૂર્વે તેની પ્રેમિકાએ લોખંડના દસ્તાના ઘા ઝીંકી પતાવી દઇ લાશ સળગાવી દીધી હતી, પીએમ વખતે લેવાયેલા બ્લડ સેમ્પલ અને વિસેરાનો રિપોર્ટ આવ્યો હતો જેમાં ઘટનાના દિવસે આધેડે આલ્કોહોલનું સેવન કર્યાનું સ્પષ્ટ થતાં પોલીસે મૃતક સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો. મારુતિનગરમાં રહેતા રાકેશ શ અધિયારૂની ગત તા.6 મેના આશા નાનજી ચૌહાણ નામની મહિલાએ હત્યા કરી હતી. ભક્તિનગર પોલીસે તત્કાલીન સમયે આશા ચૌહાણની ધરપકડ કરી હતી.

આશાએ તે સમયે કેફિયત આપી હતી કે, તે રાકેશ સાથે મૈત્રીકરારથી રહેતી હતી અને તેની સાથે રાકેશના આગલા ઘરનો પુત્ર પણ રહેતો હતો. તા.6 મેના બપોરે રાકેશ ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે, તારી સાથે સંબંધ બાંધવો છે, પરંતુ રાકેશે દારૂ પીધો હોવાથી આશાએ સંબંધ બાંધવાની ના કહેતા રાકેશે બળજબરી કરી સંબંધ બાંધતા આશાએ દેકારો મચાવતા પુત્ર ભાર્ગવ ત્યાં દોડી આવ્યો હતો અને આશાને બચાવવાનો પ્રયાસ કરતાં પિતા રાકેશે તેનું ગળું દબાવી ભાર્ગવના હાથમાં બચકું ભરી લીધું હતું.

ભાર્ગવને છોડાવવા આશાએ રાકેશને લોખંડના દસ્તાના બે ઘા ઝીંકી દેતા તેનું મોત નીપજ્યું હતું. રાકેશે ત્યારે નશો કર્યો હોવાના આશાના કથનને પગલે પીએમ કરનાર તબીબે રાકેશના બ્લડ સેમ્પલ, વિસેરા FSL મોકલ્યા હતા, શનિવારે રિપોર્ટ આવતા રાકેશના શરીરમાંથી આલ્કોહોલનું પ્રમાણ સ્પષ્ટ થતાં તેની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...